Madhya Gujarat

ખેડા જિલ્લાની 5 પાલિકા અને 8 તા. પંચાયતની આજે મતગણતરી

નડિયાદ:  ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી મંગળવારે તાલુકા કક્ષાએ થશે. આ મતગણતરીના આગલા દિવસે તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો.

નડિયાદ પાલિકાની મતગણતરી આઈ.બી. પટેલ કોમર્સ કોલેજમાં થશે. તેવી જ રીતે કપડવંજ પાલિકાની શેઠ એમ.પી. મ્યુનિસિપલ હાઈસ્કૂલ, કણજરીની મહાત્મા ગાંધી વિદ્યાલય, કઠલાલની શેઠ એમ.આર. હાઈસ્કૂલ અને ઠાસરા પાલિકાની જે.એમ. દેસાઈ હાઈસ્કૂલમાં મતગણતરી થશે.

આ ઉપરાંત નડિયાદ તાલુકા પંચાયતની મતગણતરી બાસુંદીવાલા પબ્લીક હાઈસ્કૂલ,  માતર તાલુકા પંચાયતની એન.સી. પરીખ હાઈસ્કૂલ, ખેડા તાલુકા પંચયાતની એચએન્ડડી પારેખ હાઈસ્કૂલ,  મહેમદાવાદ તાલુકા પંચાયતની મતગણતરી શેઠ જેએચ સોનાવાલા હાઈસ્કૂલ, મહુધામાં એમ.ડી. શાહ કોમર્સ એન્ડ બીડી પટેલ આર્ટ્સ કોલેજ, ઠાસરા તાલુકા પંચાયતની ગણતરી ભવન્સ કોલેજ,  ગળતેશ્વર તાલુકા પંચાયતનું ધી મોર્ડન હાયર સેકન્ડરી હાઈસ્કૂલ અને વસો તાલુકા પંચાયતની મતગણતરી એ.જે. હાઈસ્કૂલમાં થશે. એમ જણાવવામાં આવ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top