Dabhoi

ડભોઇ ટીંબી ફાટક પાસે ચાલકે અકસ્માતે એસ.ટી.બસ ડીવાઈડર પર ચઢાવી દિધી

ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ :
ડભોઇ બોડેલી માર્ગ પર ટીંબી ફાટક પાસે છોટાઉદેપુર થી જૂનાગઢ જતી વિશ્વામિત્રી એક્સપ્રેસ બસના ચાલકને રાત્રીના અંધારા અને ઝરમર વરસાદને કારણે ડીવાઈડર નજરે ના ચઢતા બસ ડીવાઈડર પર ચઢાવી દીધી હતી.જેમા બસ ના આગળના ભાગને નુકશાન થવા પામ્યું હતું.
છોટાઉદેપુરથી વાયા વડોદરા થઈ જૂનાગઢ જતી વિશ્વામિત્રી એક્સપ્રેસ એસ. ટી.બસ રાત્રીના ડભોઇ બાયપાસ માર્ગ okથી પસાર થતી હતી.ત્યારે ઝરમર વરસાદ ચાલુ હતો.તેમજ ગાઢ અંધકાર પણ હોવાથી ડભોઇ બોડેલી મુખ્ય માર્ગ પર ચાલકને ડીવાઈડરના દેખાતા બસ ડીવાઈડર પર ચઢી ગઈ હતી.જેથી બસ ના આગળ ના ભાગ માં નીચેની બાજુ એ નુકશાન થવા પામ્યું હતુ. સદનસીબે બસના મુસાફરો ને કોઈ ઇજા થવા પામી ના હતી.અકસ્માતે સ્થળ પર જ ખોટકાયેલી બસના મુસાફરો ને અન્ય બસમાં જવાનો વારો આવ્યો હતો.આમ છોટાઉદેપુરથી જૂનાગઢ જતી બસ ડભોઇ બાયપાસ પર જ અકસ્માતે ખોટકાઈ જવા પામી હતી.

Most Popular

To Top