ગુજરાતની છ મહાનગરાલિકાઓની ચૂંટણીના પરિણામો આવી ગયા જેમાં કોંગ્રેસનો અત્યંત ખરાબ દેખાવ રહ્યો, એમ કહીએ તો ખોટું નહી કે કોંગ્રેસનો રકાસ થયો. આ માટે સ્થાનિક ઉમેદવારોની શાખ કરતા જો કોઈ વધારે જવાબદાર હોય તો તે કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી છે.
દેશમાં પ્રજાના મન પરથી કોંગ્રેસ ઉતરી ગઈ છે કારણકે તેના રાષ્ટ્રીય નેતાઓ રોજ ઊઠીને દેશમાં જ્યાં ને ત્યાં સભાઓ યોજાય છે તેમાં નર્યો બક્વાસ કરીએ રાખે છે. તેમનું એક જ ધ્યેય છે સાચો કે ખોટો, માત્ર અને માત્ર મોદી સરકારનો વિરોધ કરવો, અને તેમ કરતી વખતે જે ઉચ્ચારણો અને બેફામ વાણીવિલાસ કરે છે તેમાં પ્રમાણભાન જળવાતું નથી, એટલું જ નહી તેમ કરતી વખતે કેટલીક વાર દેશદ્રોહી તત્વોની તરફેણ કરી બેસે છે, જેને લીધે પ્રજા માનસ પરથી કોંગ્રેસનું ધોવાણ થઈ રહ્યું છે.
પ્રજાને નાદાન અને અક્કલ વગરની સમજવાનું પરિણામ ગુજરાતની છ મહાનગરાલિકાઓની ચૂંટણીના પરિણામોએ તેમની સામે લાવી દીધું છે. ટુંકમાં ગુજરાતની મહાનગરપાલિકાઓની ચૂંટણીના કોંગ્રેસ પક્ષ માટેના અત્યંત ખરાબ પરિણામો માટે જો કોઈ જવાબદાર હોય તો તે સ્થાનિક ઉમેદવારોની લાયકાત કરતા વધારે કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી છે તેમાં બેમત ન હોય શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.