Charchapatra

સંતાનોને આપવા જેવી સર્વોત્તમ  ભેટ : સમય

ભારતીય શાસ્ત્રોમાં માતૃદેવો ભવ અને પિતૃદેવો કહીને માતાપિતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતાપિતા સંતાનોને સાર સંભાળ અને સારું શિક્ષણ મળે તે માટે અનેક મુશ્કેલીઓ વેઠે છે. માતા પોતે ભૂખી રહીને સંતાનોને જમાડે છે અને આ પ્રમાણે જમાનામાં આ પ્રેમ, ત્યાગ, સમર્પણની ભાવનાઓ સાથે આ બધું થતું પરંતુ કેટલાય સમયથી એ સંતાનોની સાર સંભાળ પદ્ધતિમાં  બદલાવ આવ્યો છે. આજના યુવાનોમાં જોઈએ તો વ્યસનન વધતા પ્રમાણ, વૃદ્ધાશ્રમ આનો ઉકેલ સમય છે.  આજકાલ એ માતાપતા સંતાનોને મોંઘી ફી લેતી શાળાઓમાં અભ્યાસ કરાવે છે, સંતાનોને જન્મદિવસે મોંઘી ભેટ આપે છે પણ સમય બહુ ઓછા માતાપિતા આપે છે.

સંતાનો સાથે રમવાથી, વાર્તા કહેવાથી, આત્મિયતા બંધાય છે.  આ બાબતો ન થાય તે માટે  ફેમિલી પોતે એકબીજાને સમય આપે એ ખૂબ જરૂરી છે. સમયનું મહત્વ એ સમજાય તો પોતાના બાળકો છે એ માતા-પિતા પ્રેમથી રહેશે અને એકબીજાને સાચવશે. અને આ પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવશે. અંગ્રેજીમાં કહેવાયું છે ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ યુ કેન ગીવ ટુ સમવન ઇસ યોર ટાઈમ બીકોઝ વેન યુ ગીવ યોર ટાઈમ ઓફ યોર લાઇફ યુ વિલ નેવર ગેટ બેક. કોઈને તમારો સમય આપો છો ત્યારે તમે તમારા જીવનનો એક હિસ્સો આપો છો. તો બાળઉછેરમાં સમય દાન કરો.
મોટાવરાછા, સુરત    – યોગેન્દ્ર પટેલ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top