સંખેડા ખાતે નીકળેલી તિરંગા યાત્રાથી નગરના માર્ગો પર દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા
એક કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા
પ્રતિનિધિ સંખેડા
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આજે સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 15મી ઓગસ્ટે ઉજવનાર સ્વાતંત્ર દિવસ નિમિત્તે સરકાર દ્વારા હર ઘર તિરંગા ચલાવવામાં આવી રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સંખેડાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ તિરંગા યાત્રા ડી બી પારેખ હાઈસ્કૂલ થી શરૂ થઈ હતી એક કિલોમીટર લાંબી આ યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને ઝંડા ચોક ખાતે સંપન્ન થઈ હતી.
દેશના દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં
સહભાગી બની ઘર ઘર તિરંગા લહેરાવી રહ્યાં છે, ત્યારે રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી તિરંગા યાત્રા તાલુકા કક્ષાએ પણ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. જેનાં ભાગ રૂપે સંખેડા ટાઉનમાં તિરંગા યાત્રા માર્ગો પર નીકળતાની સાથેજ સમગ્ર સંખેડાનુ વાતાવરણ ભારત માતાકી જય અને વંદે માતરમ દેશભક્તિના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.
આ તિરંગા યાત્રામાં સંખેડા તાલુકાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન ,સંખેડા ના સરપંચ નીતિનભાઈ શાહ, રાજેશભાઈ પટેલ ,સંખેડા ઇન્ચાર્જ મામલતદાર અંજનાબેન, સંખેડા પોલીસ સ્ટેશન પીઆઇ જે ડી પંડ્યા તાલુકાનાં પદ અધિકારીઓ નાગરિકો પોલીસ હોમગાર્ડ જવાન, મહિલાઓ અને તિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.