વાંસળીની વાત નીકળે કે વાંસળીની તાન કાને અથડાય, તરત રાધે- કૃષ્ણના ટાવર પકડાવા માંડે. કાન તો ઠીક, આખું શરીર ગોકુળિયું બની જાય. વાંસળીનો આ મિજાજ છે..! વાંસળીની સૂરાવલી નીકળે એટલે, આજની વેપારવ્યવસ્થા પ્રમાણે, એક ઉપર એક ફ્રીની માફક રાધા-કૃષ્ણ હાજરાહજૂર થઈ જાય. એમાં તિથિમાં જન્માષ્ટમી હોય અને વાંસળી વેચનારો, મહોલ્લામાં આવે એટલે કનૈયો આવ્યો હોય એવી અનુભૂતિ થાય, મહોલ્લો કુંજગલી બની જાય..! એક આંખમાં રાધા અને એક આંખમાં કૃષ્ણ આસન જમાવવા માંડે. મહોલ્લામાં જ, રાધા-કૃષ્ણ રાસડો રમતાં હોય એવું લાગવા માંડે. હું હજી નક્કી કરી શક્યો નથી કે, મને, વાંસળીને કારણે કૃષ્ણ ગમે છે કે, કૃષ્ણને કારણે વાંસળી ગમે છે..! પણ વાંસળી ગમે બહુ..!
જો કે, વાયોલીન પણ ગમે. પણ ઝૂંપડપટ્ટીના છોકરાને હવેલીવાળાની છોકરી સાથે ‘ઈલ્લુ—ઈલ્લુ થઇ જાય ને પ્રેમની ફાવટ નહિ આવે એમ, વાયોલીન મને ફાવ્યું નહિ. ને બીક ભાંગવા ‘વાંસળી સાથે પ્રેમગોષ્ઠી કરી લીધી. વાંસળી સીધી સટ, ગરીબોની હાથવગી. ત્યારે વાયોલીનમાં તો, સાત સૂરના સાત કોઠા ભેદવાના થોડા અટપટા..! ભેદે તો જ સાત ડુંગરા ચઢીને સામે પાર પહોંચવાના ઓરતા પૂરા થાય. અભિમન્યુ જેવા મહારથી પણ હાંફી જાય..! વાંસળી પણ અઘરી તો ખરી, પણ વાયોલીન જેટલી નહિ. થોડીક ઇઝ્ઝી..! છીદ્રે-છીદ્રે સાત સૂરના દીવડા મૂક્યા હોય એટલે, સૂરમાં ભલે નહિ વાગે, પણ ચીહાળા તો પાડે..? ને સાચા સૂર જો નીકળ્યા, તો વાંસળીનો નાદ, બ્રહ્મનાદની અનુભૂતિ પણ કરાવે. કોઈએ અમસ્તું થોડું લખ્યું છે કે.
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વાંસળી એટલે, ગ્રામજીવનનું ઘરેલું. વાંસનું જ ફરજંદ, વાંસને જ્યારે Up-date થવાની ખંજવાળ આવે ત્યારે એ વાંસળીમાં પરિવર્તિત થાય. વગર ઉનાળે માથે તાવો ચઢે ત્યારે, વાંસળી જ ચિત્તમાં પ્રસન્નતા આપે. એનું નામ વાંસળી. સમૃદ્ધિ ને શ્રીમંત થવાને રવાડે ચઢેલો માણસ શાંતિને ગિરવે મૂકીને જીવન ખેંચતો હોય ત્યારે વાંસળી જ પ્રસન્નતા આપે. ધમાચકડીવાળી જિંદગીમાં સૌની હાલત, પાણીમાં રહેવા છતાં, તરસે મરતી માછલી જેવી છે.
કારણ કે એની પાસે સંગીતની સૂરાવલી નથી, મનને હળવા કરવાના આયામ નથી અને ચિંતાએ માળા બાંધી દીધા હોય, એટલે મોજીલો જીવડો પણ ‘હાયપર’ ટેન્શનનો શિકાર બની ગયો. નામ ભલે ‘શાંતિલાલ’ હોય, પણ અશાંત છે. ચિત્તની પ્રસન્નતા પરમ તત્ત્વને પામવાને બદલે ધુમાડે ચઢી છે. શાંતિ ‘લાલ ‘રહેવાને બદલે ‘લાલપીળો’ થઈને ઊભા વાંહડાની જેમ ભટકતો હોય..! આવું થાય ત્યારે, ઓસરીએ બેસીને એકાંત જ ઓગાળતો હોય..! ‘ધૂંધળા વિચારો ને ધૂંધળી દિશામાં ચિત્ત ભમતું હોય ત્યારે, વાંહળી પણ ચૂલ્હાની ફૂંકણી જેવી લાગે. બંગલાનું નામ ‘આનંદ્દ્વાર’ રાખવાથી આનંદ રેલાતો નથી, પણ જ્યાં વાંસળીના સૂરની સરવાણી અને સૂરાવલી હોય ત્યાં, સ્થાનક પણ ગોકુળ બની જાય.
જન્માષ્ટમી માત્ર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ નથી, વાંસળીનો પણ જન્મોત્સવ છે. કૃષ્ણના ભાવ સાથે વાંસળી જ્યારે સૂર રેલાવે, ત્યારે વાતાવરણ પણ ‘ઠંડા ઠંડા કુલ’ બની જાય. વાંસળી એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે વાંસળી..! જેમ રાધા વગર કૃષ્ણ અધૂરા લાગે, એમ વાંસળી વિના કૃષ્ણ પણ અધૂરા..! વાંસળી એટલે શ્રધ્ધા અને પ્રેમનું પ્રતીક. વાંસળી એટલે કૃષ્ણનું હૃદય, અને રાધાનું તીર્થ..! એના સૂરમાં જ એવી જાન છે કે, ગોકુળિયું આપોઆપ ઘેલું બની જાય..! લોકો ભલે કહેતાં હોય કે, શંખ અને સુદર્શન ગ્રહણ કર્યા પછી, શ્રીકૃષ્ણે વાંસળીને સ્પર્શી નથી, પણ સાચી હકીકત તો એવી પણ હોય કે, વાંસળીના નાદથી, રાધાનું હૃદય બેચેન બને એ કાનાથી જોવાતું ન હતું, એટલે વાંસળીને જ પોતાનાથી અળગી કરેલી.
વાંસળી પ્રેમની પરાકાષ્ઠા છે. સંવેદના છે. ઊર્મીઓને હૈયામાં ઠારીને બેઠેલા વાંસને જ્યારે ઠરીઠામ થવાની ઝંખના જાગે, ત્યારે વાંસને વાંસળીની ઓળખ મળે. વાંસળી માત્ર સંગીતનું સાધન નથી. પ્રેમની સાધનાનું યંત્ર પણ છે. કૃષ્ણ અને ગોપીઓ માટે, એકબીજાના હ્રદય સુધી પહોંચવાનું માધ્યમ અને આદાનપ્રદાનનું સત્ત્વ છે. માત્ર ભાવ જોઈએ. વાંસળી વગાડવાનો ઉભાર જોઈએ. મતિને સન્મતિ મળે ત્યારે, વાંસળી જ પોતાને ગમતા હોઠ શોધી લે.
શ્રદ્ધા, ધગશ અને વિશ્વાસ હોય તો સાંબેલું પણ વગાડાય, પણ સાંબેલાએ ‘પોલું’ થવું પડે. આજે તો વાંસળીને બદલે, ‘બ્લ્યુટુથ’ અને ‘હેડફોન’ નું ચલણ છે. કોઈને ‘પોલાણ’ પામવું પસંદ નથી. જેના ભેજામાં સાંબેલાની સર્કીટ ફીટ થયેલી હોય, એ વાંસળીના કૃષ્ણભાવ સુધી પહોંચી શકતો નથી. પેટ છૂટી વાત કરું તો, વાંસળી સેક્યુલર છે કે, કોમ્યુનલ એની ખબર નથી, પણ જેને આંગળીએ ઝાલી હોય, એ પોતીકી જ બને. મંજીરાનાં ઝામાને માણવો હોય તો, હાથની આંગળીઓમાં બાંધીને, મંજીરાને પોતીકા બનાવવા પડે, એમ વાંસળીમાં પણ, વૃંદાવની ફૂંક ફેંકીએ તો જ, શ્રીકૃષ્ણનો આસ્વાદ મળે. એ માટે શ્વાસનો ઉપયોગ, બંસરીના નાદ માટે કાઢવાની સંવેદના જોઈએ.
તો જીવતરમાં મધુરપ આવી જાય. પછી એમાં સ્વચ્છંદતા કે આળસાઈની અધીરાઈ નહિ ચાલે.
અમુક તો એવા આળસુના Departmental store જેવા કે, જીવવા માટે જ શ્વાસ સાથે સંબંધ રાખતા હોય..! સારું છે કે, શ્વાસ લેવા માટે માણસ ભાડે રાખવાની સવલત નથી, નહિ તો એ પણ રાખે. મથી મથીને પરસેવાનું ખાબોચિયું બનાવી દો તો પણ, સાંબેલામાંથી સૂરનું પ્રાગટ્ય નહિ થાય. એવા ચહેરા ઉપર હાસ્ય તો ફરકે જ નહિ..! બંસરીના નાદને પામવો હોય તો, પોલા થવું પડે. વાંસને પોલાણ નહિ હોય તો, વાંહળી ના બનાય, એ પછી ઊભો વાંહડો જ રહે..! ચમનિયો એટલે મહાન આળસુ. ‘એઇટી-ટવેન્ટી’ કાપડ જેવો.
વીસ ટકા ઉદ્યમી ને એંશી ટકા આળસુ..! સમજો ને કે, થોડુંક આદુ ને થોડીક સૂંઠ જેવો..! માત્ર લગન વખતે જ પોતે પરિશ્રમ કરેલો. જાતે જ પીઠી ચોળીને એકલો પૈણવા ગયેલો..! હાસ્યલેખક અશોક દવે એક સરસ વાત લખે છે કે, ‘જે નાગા જ હોય, તેને એક ઇંચ પણ વધારે નાગો કરી શકાતો નથી.’ આવા ધંતુરાને, કોઈની સળી કરવાનું જ ફાવે, વાંસળી બનવાનું નહિ ..! એટલે જ તો આળસુ માણસ, ક્યારેય શિખરને પામી શકતો નથી. ઢળતો મિનારો સીધો થાય, તૂટેલા બ્રીજ ઉપર લટકેલું ટેન્કર જમીન ઉપર લવાય, પણ આળસુની બુદ્ધિને વળાંક નહિ અપાય..! પાંચ-છ હજાર કિલોમીટર કાપવાનાં આવે તો જ ‘ફ્લાઈટ’ પકડાય, બાકી વોશરૂમ સુધી તો પગપાળા જ પ્રવાસ કરવો પડે. ભાડે વાહન કરવાના ના હોય..! એટલું સારું છે..!
આવાં લોકો વાંસળી વગાડવા માટે પણ ફૂંકનો ઉપયોગ કરતા નથી. આદત પ્રમાણે એક વાર સલાહ આપવાનું સાહસ કરેલું, કે જીવનને મંગલમય બનાવવું હોય તો, વાંસળી વગાડતાં શીખ. મને કહે, ના વગાડાય યાર, હાંફી જવાય..! ફૂંક મારવા જાઉં તો વાંહળી વગાડવાનું ભૂલી જવાય, ને વાંહળી વગાડવા જાઉં તો ફૂંક મારવાનું ભૂલી જવાય..! ફૂંક કરતાં થૂંક વધારે નીકળે..! કનૈયાએ વાંસળી વગાડેલી ત્યારે, ગોપ-ગોપી ને ગાયો આવતી, હું વગાડું તો ગાય તો ઠીક, ભેંસને આખલા પણ નહિ આવે..! વાંસળી વાગવા કરતાં સાંભળનારને પજવે વધારે..!
સંગીત હોય કે વાજિંત્ર, બંને લજામણીના છોડ જેવા છે. હજી સારું છે કે, ગાવા ને વગાડવામાં ભ્રષ્ટાચારે ડોકાં કાઢ્યાં નથી. ગળું ભલે બગલાની ડોક જેવું સુંવાળું હોય, પણ સાત સૂરોએ ધામો નાંખ્યો ના હોય તો, ગળું પણ ગરનાળું બની જાય. ક્યાં તો ગળાને સૂર નહિ ફાવે, ક્યાં તો સૂરોને ગળું નહિ ફાવે..! વાજિંત્ર ભલે નિર્જીવ હોય, પણ એમાંય જાન હોય દાદૂ..! જેને સંગીત સાથે સ્નાનસૂતક કે ન્હાવા નીચોવવાના સંબંધ નથી, એને વાજિંત્રો પણ ખેતીવાડીનાં ઓજાર લાગવાનાં. સાત સૂરો સાત સમંદર જેટલા છેટા લાગે. વાંસળી ચુલ્હાની ફૂંકણી જેવી, ને વાયોલિન મચ્છરનું રેકેટ લાગે..! કાલે ઇતને સબ જાંબુ..!
વાંસળી તો તડપતાં બે હૈયાંને શાતા આપવાનું કામ કરે. જે મેળામાં વાંસળીવાળો ના હોય, એને મેળો જ નહિ કહેવાય. જે મેળામાં વાંસળીવાળો હોય, એ પ્રત્યેક વાંસળીવાળો, વિશ્વનાં પ્રખ્યાત વાંસળીવાદક જેમ્સ ગેલ્વે, બેકસ્ટ્રેસર જ્યોર્જ બેરે કે પન્નાલાલ ઘોષ લાગવા માંડે. કોઈએ સાચું જ કહ્યું છે કે,
ફૂલોને અત્તરનું પદ પામવા ઊકળતી કઢાયમાં ઊકળવું પડે છે
અને થાવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવું પડે છે
આ જીવન પણ વાંસળી જેવું છે, જો વગાડતાં આવડે તો સાતે સૂર બરાબર વાગે. માટે જ રાધાના ભાવે કાનાને કહેવાનું મન થાય કે, ‘હે કાના, મારા શરીરને તું વાંસળી બનાવી દે. સૂરોના સાત ચક્રોનું ભેદન કરીને બ્રહ્માસ્મિ અને એકોહમનાં સંગીતથી, વિશ્વ ચેતનામાં ભેળવી દે. બાકી હું ક્યાં નથી જાણતો કે, તારી વાંસલડી પણ, તારી રાધા જ છે કાના..! ’
લાસ્ટ બોલ
તને ખબર છે, મને વાંસળી વગાડતાં આવડી ગઈ..!
પણ મેં તો ક્યારેય તારી વાંસળી સાંભળી નથી.
ક્યાંથી સાંભળે..? આપણો સિધ્ધાંત છે કે, કોઈને હેરાન નહિ કરવાનું. એટલે વાંસળી
MUTE ઉપર રાખીને વગાડું છું..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.