કાલોલ: ભાદરોલી બુઝર્ગ ગામે ખેતરમાં ઘાસચારો કાપવા માટે ના પાડતાં વિકલાંગ ઈસમને પાવડો મારી પગ ભાગી નાખતાં પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામનાં ફરીયાદી મણીબેન જગદીશભાઈ વણકરે ફરિયાદમાં લખાવ્યું છે કે તેમનાં દિયર ખેતરે મજૂરીએ ગયા હતા. ત્યારે એ ખેતરમાં ગામનો ઈસમ ઘાસચારો કાપવા આવ્યો હતો. જેને ઘાસ ચારો કાપવા ના પાડતા વિકલાંગ હસમુખ મીઠાભાઈ વણકરને ડાબા પગે પાવડો મારી પગ ભાંગી નાખ્યો હતો.
ફરીયાદ ની વિગતો અનુસાર ફરીયાદી મણીબેન જગદીશભાઈ વણકર રહે, ભાદરોલી બુઝર્ગ ના દિયર એક પગે વિકલાંગ હોય તેઓ પુજાભાઈ ખુશાલભાઈ પરમારના ખેતર માં મજુરી કામ કરવા ગયા હતા. જ્યાં એજ ખેતર માં આરોપી રાકેશસિંહ ઉદેસિંહ સોલંકી રહેવાસી, નવી નગરી, ભાદરોલી બુઝર્ગ ઘાસચારો કાપવા આવ્યો હતો. જેને હસમુખભાઈ એ ઘાસચારો કાપવાની ના પડતાં આરોપી રાકેશસિંહ ઉદેસિંહ સોલંકીએ ઉશ્કેરાઈ જઈને બાજુમાં પડેલો પાવડો વિકલાંગ હસમુખભાઈ મીઠાભાઈ વણકરના ડાબા પગે મારી પગ ભાંગી નાખ્યો હતો. જે બાબતે બૂમાબૂમ થતાં ફરીયાદીને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાંથી હસમુખ વણકરને 108 મારફતે પ્રાથમિક સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધું ઈજાઓ પહોંચી હોવાથી ત્યાંથી ગોધરા સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હતા. જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવી છે.