Shinor

સેગવામાં વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદની અધ્યક્ષતામાં સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

શિનોર : શિનોર તાલુકાના સેગવા મુકામે પટેલ વાડી ખાતે વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદની અધ્યક્ષતામાં સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

શિનોર પોલીસ દ્વારા આજરોજ શિનોર તાલુકાના સેગવા મુકામે પટેલ વાડી ખાતે વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદની અધ્યક્ષતામાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં સાયબર,માર્ગ સલામતી અવેરનેસ,ગામમાં CCTV કેમેરા લગાડવવા તેમજ તેરા તુજકો અર્પણ સહિતની ખૂબ અગત્યની માહિતી આપવામાં આવી હતી.

ત્યારબાદ ગામોના પ્રશ્નો ને લઈને સરપંચો સાથે પ્રશ્નોતરી કરાઈ હતી.આ કાર્યક્રમમાં ડભોઇ DYSP એ.એમ.પટેલ, શિનોર PI બી.એન.ગોહિલ, PSI મકવાણા, સમગ્ર શિનોર પોલીસ સ્ટાફ તેમજ શિનોર તાલુકાના સરપંચો,ડેપ્યુટી સરપંચો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top