National

વર્ષના પ્રથમ મિશન માટે ઇસરો તૈયાર : આજે સેટેલાઇટ એમેઝોનિયા -1 સાથે 18 ઉપગ્રહોનું લોન્ચિંગ પણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) 2021 ના ​​તેના પ્રથમ મિશન માટે તૈયાર છે. ઇસરો રવિવારે શ્રીહરિકોટા (SHREE HARIKOTA) અંતરિક્ષ સ્ટેશનથી પ્રથમ વખત બ્રાઝિલના ઉપગ્રહનું લોન્ચિંગ કરશે. જો કે, મિશનની શરૂઆત હવામાન પર મોટા પ્રમાણમાં નિર્ભર રહેશે. જો બધુ ઠીક થઈ જાય તો પીએસએલએવી-સી 51 / એમેઝોનીયા -1 ( AMAZONIA – 1) મિશન સવારે 10.24 વાગ્યે સતિષ ધવન સ્પેસ સેન્ટરથી શરૂ કરવામાં આવશે, જેની ગણતરી શનિવારે સવારે 8.54 વાગ્યે શરૂ થઈ હતી. PSLV-C51 એ પીએસએલવી 53મુ મિશન છે. આ રોકેટ બ્રાઝિલના એમેઝોનિયા -1 ઉપગ્રહની સાથે અવકાશમાં અન્ય 18 ઉપગ્રહો પણ મોકલશે.

એમેઝોનીયા -1 એ ઇસરોની વ્યાપારી આર્મ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) નું પ્રથમ સમર્પિત વ્યાપારી મિશન છે. આ બ્રાઝિલીયન સેટેલાઇટ એમેઝોન ક્ષેત્રમાં જંગલોની કાપણીની દેખરેખ અને કૃષિ વિશ્લેષણ માટે વપરાશકર્તાઓને રિમોટ સેન્સિંગ ડેટા પ્રદાન કરશે. જે એક વૈશ્વિક ઉત્ક્રાંતિનું પણ ઉત્તમ ઉદાહરણ બનશે. હાલની રચનાને વધુ મજબૂત બનાવવામાં આવશે. તેના લોકાર્પણ સાથે, ભારત દ્વારા અવકાશમાં મોકલવામાં આવેલા વિદેશી ઉપગ્રહોની સંખ્યા વધીને 342 થઈ જશે. એ પણ વિશ્વમાં નોંધનીય આંકડો થઇ પડશે.

સતિષ ધવન સેટ પણ લોંચ કરવામાં આવશે
ચેન્નાઈના સ્પેસ કિડ્સ ઈન્ડિયા (એસકેઆઈ) ના સતીષ ધવન સાથે અન્ય 18 ઉપગ્રહો પણ લોંચ કરવામાં આવશે. આ સેટેલાઇટ પર ભગવદ ગીતા, વિદ્યાર્થીઓના નામો અને પીએમ મોદીની તસવીર મૂકવામાં આવી છે. એસ.કે.આઈ.એ કહ્યું કે, વડા પ્રધાનની આત્મનિર્ભર પહેલ અને અવકાશ ખાનગીકરણ પ્રત્યે એકતા બતાવવા માટે આ કામગીરી કરવામાં આવી છે. આ સિવાય ચાર ઉપગ્રહો ઇસરોના ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટરના અને 14 એનએસઆઈએલના છે.

યુટ્યુબ, ટ્વિટર પર લાઇવ બ્રોડકાસ્ટ
કોવિડ -19 નિયમોને કારણે સતિષ ધવન સ્પેસ સેન્ટરમાં મીડિયા કર્મચારીઓને મંજૂરી નથી. લોન્ચિંગ ગેલેરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તેનું લાઇવ ટેલિકાસ્ટ ઇસરોની વેબસાઇટ, યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર પર જોઇ શકાય છે. ઇસરોના પ્રમુખ કે.કે. શિવાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, રોકેટના લોન્ચિંગની ગણતરી શનિવારે સવારે 8.54 વાગ્યે શરૂ થઈ ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં ભારતનું આ પ્રથમ અવકાશ મિશન પીએસએલવી હશે જે રોકેટ માટે હમણાં સુધીનું લાંબું મિશન હશે, કારણ કે તેની ફ્લાઇટનો સમય 1 કલાક 55 મિનિટ અને 7 સેકન્ડનો રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top