હાઈવે પર ખાડા પૂરવા રાત્રે ટ્રાફિક રોકી ખાડા પૂરવાનું કામ તંત્ર દ્વારા કામ કરતા મુસાફરો રાતે પણ અટવાયા, કલાકો સુધી રસ્તો બંધ રાખવામાં આવતા વાહન ચાલકો રાત્રે પણ ત્રાસ
વડોદરા: વડોદરા જાંબુવાથી દુમાડ ચોકડી સુધીના નેશનલ હાઈવે નંબર 48 પર સફર હાલ લોકો માટે નરક યાત્રા બનેલી છે. રસ્તાના ઘણા ભાગે મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચલાવવું જોખમી બની ગયું છે. રસ્તાની ખરાબ હાલતને લઈ મુસાફરો અને ડ્રાઇવર ખૂબ હેરાની ભોગવી રહ્યા છે.

ગત ગુરુવારની રાતે 1 વાગ્યાની આસપાસ તંત્રે રસ્તાની બિસ્માર હાલત માટે રસ્તો રોકીને જયાં મોટી સંખ્યામાં ખાડા હતા ત્યાં પેચ વર્કનું કામ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન ભારદારી અને સામાન્ય વાહનોને અવરજવરથી રોકી દેવાયા, જેના કારણે વાહન ચાલકો રાત્રે પણ ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા.

વાહનચાલકો રાત્રે થાકીને ઘર તરફ જઈ રહ્યા હોય ત્યારે રાહત મળવાની જગ્યાએ તંત્રના પાપે કલાકો સુધી ટ્રાફિકમાં ઊભા રહ્યા, પણ કલાકો સુધી રાહ જોવા છતાં વજન ચાલકો, અને અન્ય મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા. રાત્રિના સમયે ટ્રાફિક ઓછો થતો હોય છે તેમ સમજી મુસાફરો રાત્રે પોતાના સ્થળ પર પહોંચવા નીકળતા હોય છે છતાં દિવસ દરમિયાન હાઈવે પર ટ્રાફિક ની મુસીબત હોય તેવીજ સ્થિતિ રાત્રે પણ જોવા મળી હતી જેને લઇ વાહન ચાલકો માં રોષ જોવા ફેલાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાડા માત્ર રેતી કે લૂઝ મટિરિયલ વડે પૂરવામાં આવ્યો છે. એટલે ફરીથી થોડા જ સમયમાં તે ખાડાઓ ઊંડા બની શકે છે એવી ભીતિ છે. ખાડાઓ ને પૂરતી મજબૂત રીતે નહીં ભરાતા, સ્થિતિ યથાવત રહેવાની આશંકા છે.
આ રસ્તા પર સવારે અને સાંજે જ નહીં પણ હવે રાત્રે પણ વાહન ચાલકોને તકલીફ ભોગવવી પડે છે. સ્થાનિક લોકો અને ભારદારી વાહનના ડ્રાઈવર ફરિયાદ કરે છે કે રસ્તાની આવી હાલત તંત્રના બેદરકાર વલણને બતાવે છે.
લોકોની મુખ્ય માંગ છે કે હવે વધુ સમય ગુમાવ્યા વગર હાઈવે પર યોગ્ય રીતે કોંક્રિટ અથવા ટકાઉ સામગ્રી વડે રસ્તાનું સંપૂર્ણ સમારકામ થવું જોઈએ. માત્ર ખાડા પૂરી દેવાંથી સમસ્યા હલ થતી નથી.