Dakshin Gujarat

ખાડાથી ત્રાસીને કપરાડામાં ભાજપના નેતા જ રસ્તા પર ઉતર્યા, હાઈવે ઓથોરિટી સામે હલ્લાબોલ

વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 848 ની બિસ્માર હાલત અને વધતા અકસ્માતોને લઇ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પદાધિકારીઓ દ્વારા કરાયેલી રજૂઆતને પણ હાઇવે ધ્યાને લેતું નથી અને તેના કારણે હાઇવે ની હાલત બદતર બની છે. હાઈવે ઓથોરિટી ભાજપીઓને પણ ગાંઠતું ન હોય, આજે ભાજપના અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા હાઇવે ઓથોરિટીના વિરોધમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

  • હાઇવેની ખરાબ હાલત સામે ભાજપના આગેવાનોનો હલ્લાબોલ : કપરાડામાં ઉપવાસ આંદોલન
  • હાઈવે ઓથોરિટી ભાજપને પણ ગાંઠતું નથી

જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, કપરાડા તાલુકા પંચાયતની પ્રમુખ હીરાબેન માહલા, સરપંચ શાંતિબેન મુહુડકર, જિલ્લા પંચાયત સભ્ય ચંદરભાઈ, દક્ષાબેન સહિત ઘણા આગેવાનો અને સ્થાનિક રહીશો હાઇવે પર ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. આ સમગ્ર આંદોલનનો હેતુ માત્ર એટલો છે કે અધિકારીઓ અને હાઇવે ઓથોરિટી દ્વારા તાકીદે માર્ગની બદતર થયેલી હાલત સુધારવામાં આવે અને લોકોને અકસ્માતોથી રક્ષા મળે.

પ્રદર્શનકર્તાઓએ જણાવ્યું હતું કે હાઇવે પર મોટા ખાડા અને સ્લીપરી સપાટીથી રોજ અકસ્માતો થઈ રહ્યા છે, તેમજ બાળકોથી લઇ વૃદ્ધો સુધી દરેક માટે માર્ગ અતિ જોખમી બની ગયો છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

હવે જોવાનું રહ્યું કે હાઇવે ઓથોરિટી અને તંત્ર આ મુદ્દે કઈ તાકીદે પગલાં લે છે.

Most Popular

To Top