કુદરતને ખોળે જન્મતા, રમતા, મૃત્યુ પામતા જીવો સદા સ્વસ્થ રહી શકતા નથી. આરોગ્ય, જીવન નિર્વાહ, સ્વચ્છતા, સાનુકૂળ હવામાન જેવા પરિબળો તેને માટે જરૂરીછ ે. મહાકાય અને જંગલી જાનવરોથી રક્ષણ મેળવી શકાય છે પણ જયારે જયારે રોગ સંજોગ પ્રગટ થાય છે ત્યારે તેવા રોગનો ભોગ બની અસંખ્ય જીવો હતા ન હતા થઇ જાય છે.
વિશ્વમાં પ્લેગ, કોલેરા, ક્ષય વગેરે રોગોથી આગળ વધી ઇબોલા, સાર્સ, કોવિડ-ઓગણીસ, જેવી મહામારીઓ ઉદ્ભવે છે અને જાણે પક્ષીઓને, બર્ડસને ફલુ જેવા નામની બીમારીથી બર્ડફલુ પણ વ્યાપક અને ઘાતક બને છે. વસ્તી વિસ્ફોટ સામે રોગચાળો પ્રાકૃતિક વ્યવસ્થા મુજબ નિયંત્રણ સાધે છે.
રોગ સંજોગને લોકો વિધિની વિચિત્રતા કે કુદરતનો કોપ, પાપોનું અસંખ્ય પક્ષીઓનો ભોગ લેવાયો છે. માત્ર હરિયાણામાં જ સાડાચાર લાખ મરઘાના મોત બર્ડ ફલુને કારણે થયા છે. એશિયાભરમં તેનો હાહાકાર છે.
વિષાણુ બતક અને બીજા જળચર પક્ષીઓમાં પરજીવી તરીકે રહે છે તે મરઘાંના શરીરમાં પ્રવેશી જાય તો ખૂબ ઘાતક બની જાય છે. તે રોગથી માણસોમાં ખાંસી, નાકમાંથી પાણી પડવું, નબળાઇ જેવા ચિહનો જોવા મળે છે.
દૂષિત મરઘાની લાળ, ચરક કે માંસના સંસર્ગમાં આવવાથી બર્ડ ફલુ થાય છે. બર્ડ ફલુના વાઇરસ આતંકવાદીઓના હાથમાં આવી જાય તો લાખો લોકો પર આપત્તિ સર્જાય. બર્ડ ફલુ એક પક્ષીથી બીજા પક્ષીમાં અને છેવટે માણસમાં ફેલાય છે. માંસાહારી સ્ાવદ શોખીનો રોજ લાખો ચીકન ખાય છે. ચીકન અને ઇંડાનો ધંધો પુરબહારમાં ચાલે છે.
વધુ ઇંડા અને વધુ માંસ મેળવવા મશીનાઇઝડ પ્રક્રિયા ચાલે છે, હોર્મોનના ઇંજેકશનો પણ અપાય છે. અંતે રસકસ વિનાના મરઘા કતલખાને ખૂબ નિર્દય રીતે ધકેલાય છે, તે પછી તેનું માંસ ડિનર ટેબલની વાનગી બને છે.
તબીબી જગતમાં જે રીતે હજી કોરોના નાથવાનો રામબાણ ઇલાજ નથી તેજ રીતે બર્ડ ફલુ માટે ય નથી. નવા નવા રોગો નવા નવા સંજોગો ઉભા કરતા જાય છે અને માનવે તો તેની સામે ઝઝૂમવું જ રહયું.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.