સુરત: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કિયર સ્ટાર્મરે આજે ચેકર્સ ખાતે ઐતિહાસિક ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના અધ્યક્ષ કિરીટ ભણસાળી ભારતના 20 મુખ્ય ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ ઐતિહાસિક એફટીએમાં રત્ન અને આભૂષણ ઉદ્યોગને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. તેનાથી ભારતના નિકાસકર્તાઓ માટે યુકેમાં શૂન્ય દરે પ્રવેશ મળતો થશે, ખાસ કરીને સોનાના દાગીના, હીરા-જડિત દાગીના, ચાંદીના દાગીના અને ઇમિટેશન જ્વેલરી (નકલી દાગીના)ઓ માટે વેપાર સરળ થશે. વર્ષ 2024માં, ભારતે યુકેમાં USD 941 મિલિયનના રત્ન અને આભૂષણ નિકાસ કર્યા, જે સમગ્ર નિકાસનું 3% હતું. યુકે એ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો આભૂષણ આયાતકાર છે (USD 63.2 બિલિયન – 2023). એફટીએના પરિણામે, યુકે ભારત તરફથી આયાત કરતી ચાંદી અને પ્લેટિનમ બાર ઉપરથી ટેક્સ હટાવશે અને ભારત તેમાંમાંથી દાગીના બનાવીને પાછા યુકે નિકાસ કરશે. આ રીતે બંને દેશોને પરસ્પર લાભ થશે.
એફટીએ પછી આગામી ત્રણ વર્ષમાં ભારતની યુકે તરફની હીરા અને આભૂષણ નિકાસ વધીને USD 2.45 અબજ સુધી પહોંચી જશેનિકાસ અને આયાતમાં નવી સંભાવનાઓ ખુલી છે. એફટીએ પછી આગામી ત્રણ વર્ષમાં ભારતની યુકે તરફની હીરા અને આભૂષણ નિકાસ વધીને USD 2.45 અબજ સુધી પહોંચી જશે (34% વૃદ્ધિ). બીજી તરફ, યુકેમાંથી ચાંદી અને પ્લેટિનમના આયાતમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે. હાલમાં ભારતે કુલ USD 90.50 બિલિયનના કાચા માલ આયાત કર્યા છે, જેમાં યુકેમાંથી આયાત માત્ર 2.69 બિલિયન છે.ચાંદીનું આયાત ખાસ કરીને મહત્વનું છે, જે યુકેથી આયાતના કારણે USD 4.79 બિલિયન સુધી વધી શકે છે.કુલ રત્ન અને આભૂષણ વેપાર બંને દેશો વચ્ચે USD 7 અબજ સુધી પહોંચે તેવી શક્યતા છે. એફટીએ માત્ર વેપાર માટે નહિ પણ રોજગારી માટે પણ ગેમ ચેન્જર સાબિત થશે. GJEPCના અંદાજ મુજબ, આવનારા સમયમાં 1.44 લાખથી વધુ કારીગરો અને શ્રમિકો માટે નવા રોજગાર સર્જાશે. ચાંદીના દાગીના માટે 1 લાખથી વધુ લોકો, પ્લેન ગોલ્ડ જ્વેલરી માટે 11,589 કામદારો, સ્ટડેડ ગોલ્ડ માટે 15,639 કારીગરો, પ્લેટિનમ માટે 5,908 કામદારો નકલી દાગીના માટે 10,000થી વધુ રોજગારી મળશે.
આપણે હવે યુકે જેવા મુખ્ય ગ્રાહક બજાર સાથે શૂન્ય ટેક્સ સાથે જોડી શકીશું : કિરીટ ભણસાળી
GJEPCના અધ્યક્ષ કિરીટ ભણસાળીએ જણાવ્યું કે, “આ એફટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૃષ્ટિવાળી લીડરશિપ હેઠળ ભારતના રત્ન અને આભૂષણ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક પળ છે. આપણે હવે યુકે જેવા મુખ્ય ગ્રાહક બજાર સાથે શૂન્ય ટેક્સ સાથે જોડી શકીશું. GJEPCએ ‘જેમ ઓફ પાર્ટનરશીપ’ પુસ્તક બંને વડાપ્રધાનને અર્પણ કર્યું. આ પુસ્તકમાં ભારત-યુકે જ્વેલરી વેપારની તકો વર્ણવવામાં આવી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમે ‘Design in India’ વિઝન હેઠળ પરંપરાગત કારીગરી જેવી કે ફિલિગ્રિ, મીનાકારી, વારલિ વગેરે આધારિત દાગીનાનું કલેકશન પણ યુકેમાં રજૂ કર્યું.”