સુરતનો ખાડીપૂરનો મુદ્દો ગાંધીનગર પહોંચ્યો છે. આજે બુધવારે તા. 23 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ચોમાસામાં સુરત શહેર-જિલ્લામાં ઉદ્દભવતી પૂરની પરિસ્થિતિને નિવારવાના આયોજન અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વન-પર્યાવરણ, પાણી પૂરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંઘીનગર ખાતે બેઠક મળી હતી.
આ બેઠકમાં સુરત શહેરની ખાડીમાં આગળથી આવતા વરસાદી પાણીના કારણે પૂરની પરિસ્થિત ન ઉદ્દભવે તે માટે ચર્ચા-વિચારણા, મંથન કરવામાં આવ્યુ હતું. નર્મદા, જળસંપત્તિ અને કલ્પસર વિભાગ અને સુરત મનપા દ્વારા ખાડીપૂર પ્રભાવિત વિસ્તારોનો પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ચિતાર આપવામાં આવ્યો હતો.
બેઠકમાં ભવિષ્યને ધ્યાને રાખીને લાંબાગાળાનું માઈક્રોપ્લાનિંગ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી ટુંકાગાળામાં પૂરની પરિસ્થિતિને કેવી રીતે નિવારી શકાય તે માટે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેના માટે વિવિધ વિભાગો, મહાનગરપાલિકાને સાથે રાખીને બારડોલી તાલુકાના હરિપુરા ખાતે ઉદ્દભવતી ભામૈયા કડોદરા ખાડી અને શાામપુરા ખાતેથી ઉદ્દભવતી દેલાડ જોખા કોસમાડી ખાડીના પાણી સુરત શહેરમાં આવે છે.
આ ખાડીઓની ક્ષમતા ઓછી થવાના કારણે, ડ્રેનેજની જગ્યામાં બાંધકામ થવાથી, વિવિધ સોસાયટીઓની કમ્પાઉન્ડ વોલ કે પાણીના વહેણ અવરોધવાના કારણે પાણીનો ભરાવો થાય છે. જેના ઉકેલ માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ખાડીઓના પાણી ડાયવર્ટ કરી, તાપીમાં લઈ જવા ઉપરાંત ખાડીઓના પટ વિસ્તારમાં આવતા તળાવો ઉંડા કરવા સહિતની બાબતોને ધ્યાને લઈને સર્વે, આયોજન અંગે પદાધિકારી-અધિકારીઓની સાથે મંત્રીએ ચર્ચા કરી હતી.
ઉપરાંત સર્વે કરી સિંચાઈ અને ડ્રેનેજ વિભાગ, મીઠી ખાડી અને કાકરા ખાડીનું ડીસિલ્ટીગ કરવા જણાવી, ખાડીને અડીને આવેલા હયાત બાંધકામોનો સર્વે કરાવી, વરસાદી પાણીના નિકાલ માટે નડતરરૂપ બાંધકામો દૂર કરવા મહાનગરપાલિકાને સૂચના આપી હતી. ઉપરાંત ભવિષ્યમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નક્કર આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રેલવેના અધિકારીને ખાડી પર આવેલા રેલવે બ્રિજ નં-૪૪૦ અને ૪૪૨ પાસે ડ્રેજિંગ કરવા તેમજ સિંચાઈ વિભાગને ખાડીના કિનારે આવેલા ઝીંગાના તળાવો તાત્કાલિક દૂર કરવા મંત્રીએ તાકીદ કરી હતી. બેઠકમાં કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખાડીપૂરના ઉકેલ માટે બેઠક દરમિયાન પૂર જેવી પરિસ્થિતિને નિવારવા બેઠકમાં ચર્ચા થયેલા મુદ્દાઓ અંગે આ હાઈપાવર કમિટી સર્વે કરી રિપોર્ટ આપશે, જે રિપોર્ટના આધારે આગામી આયોજન નકકી કરાશે. અગ્રતાના ધોરણે સમયમર્યદામાં કામગીરી પૂર્ણ કરવા તેમણે તાકીદ કરી હતી.
સુરતમાં ખાડીના પાણી ભરાવાના મુખ્ય કારણો પર મંથન
ચોમાસા દરમિયાન ભારે વરસાદના કિસ્સામાં સુરત શહેરમાં અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થતા હોય છે જેના મુખ્ય કારણોમાં ખાડીમાં સિલ્ટીંગ થવાને કારણે ખાડીની ક્ષમતા ઓછી થવી. ખાડીની આજુબાજુ બાંધકામ થવાથી વહેણ સાંકડું થવું. ખાડીના ડ્રેઈન અને સબ ડ્રેઈનમાં દબાણ થવું, ખાડીમાં કચરાનો નિકાલ કરવો અને ખાડીના કુદરતી વહેણને ડાયવર્ટ કરવાથી આજુબાજુના વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે.
ખાડીપૂર નિવારવાના ઉપાયોની ચર્ચા કરાઈ
બેઠક દરમિયાન સુરત શહેરમાં આવતા ખાડીપૂરને નિવારવા માટે નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ દ્વારા ખાડીઓને નિયમિત રીતે ડિસિલ્ટીંગ કરવામાં આવે. ખાડીની પહોળાઈ વધારવામાં આવે તેમજ ખાડીની આજુબાજુ બિનઅધિકૃત બાંધકામ થકી કરવામાં આવેલા દબાણો હટાવવામાં આવે તેમજ શહેરી રોડ-રસ્તા તથા ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા હાઈ-વેને સમાંતર પાઈપલાઈન કરી વરસાદી પાણીની નિકાલ કરવામાં આવે. નર્મદા, જળસંપત્તિ અને કલ્પસર વિભાગ અને સુરત મનપા દ્વારા ખાડીપૂર પ્રભાવિત વિસ્તારોનો પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ચિતાર આપવામાં આવ્યો હતો.
બેઠકમાં ભવિષ્યને ધ્યાને રાખીને લાંબાગાળાનું માઈક્રોપ્લાનિંગ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી ટુંકાગાળામાં પૂરની પરિસ્થિતિને કેવી રીતે નિવારી શકાય તે માટે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બારડોલી તાલુકાના હરિપુરા ખાતે ઉદ્દભવતી ભામૈયા કડોદરા ખાડી અને શામપુરા ખાતેથી ઉદ્દભવતી દેલાડ જોખા કોસમાડી ખાડીના પાણી સુરત શહેરમાં આવે છે.
આ ખાડીઓની ક્ષમતા ઓછી થવાના કારણે, ડ્રેનેજની જગ્યામાં બાંધકામ થવાથી, વિવિધ સોસાયટીઓની કમ્પાઉન્ડ વોલ કે પાણીના વહેણ અવરોધવાના કારણે પાણીનો ભરાવો થાય છે. જેના ઉકેલ માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ખાડીઓના પાણી ડાયવર્ટ કરી, તાપીમાં લઈ જવા ઉપરાંત ખાડીઓના પટ વિસ્તારમાં આવતા તળાવો ઉંડા કરવા સહિતની બાબતોને ધ્યાને લઈને સર્વે, આયોજન અંગે પદાધિકારી-અધિકારીઓની સાથે મંત્રીએ ચર્ચા કરી હતી.
ખાડીપૂર નિવારવા માટે હાઈપાવર કમિટીની રચના કરવામાં આવશે
બેઠક દરમિયાન પૂર જેવી પરિસ્થિતિને નિવારવા બેઠકમાં ચર્ચા થયેલા મુદ્દાઓ અંગે આ હાઈપાવર કમિટી સર્વે કરી રિપોર્ટ આપશે, જે રિપોર્ટના આધારે આગામી આયોજન નકકી કરાશે. અગ્રતાના ધોરણે હાઈપાવર કમિટીની રચના થઈ એની સમયમર્યદામાં કામગીરી પૂર્ણ કરવા તેમણે તાકીદ કરી હતી.