સરકારે સંકેત આપ્યો છે કે, તે સંસદના આગામી સત્રમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવશે. આ હેતુ માટે 100થી વધુ સંસદસભ્યોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરી દીધા છે.જસ્ટિસ વર્માને લગતો વિવાદ આ વર્ષે માર્ચમાં શરૂ થયો હતો જ્યારે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી.આ ઘટના પછી પરિસરમાંથી મોટી માત્રામાં બળી ગયેલી અથવા આંશિક રીતે બળી ગયેલી રોકડ કોથળાઓમાં ભરેલી મળી આવી હતી. આ શોધથી વ્યાપક અટકળો અને ટીકા થઈ હતી, જેના કારણે તપાસ અને જવાબદારીની માગણીઓ કરવામાં આવી હતી.
જસ્ટિસ વર્મા, જે તે સમયે દિલ્હી હાઈકોર્ટમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમણે સતત તેમના નિવાસસ્થાનેથી મળેલી રોકડ સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે.જો કે, તેમણે આ ઘટનાને તેમને ફસાવવાનું કાવતરું ગણાવ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમનો પૈસા સાથે કોઈ સંબંધ નથી અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આ મામલાની તપાસ માટે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મુખ્ય ન્યાયાધીશોની ત્રણ સભ્યોની પેનલની નિમણૂક કરી હતી. તેમના રિપોર્ટ બાદ સીજેઆઈએ સરકારને બંધારણની કલમ ૧૨૪ (૪) હેઠળ તેમને હટાવવા માટે કાર્યવાહી શરૂ કરવાની સલાહ આપી.
આ ઘટના બાદ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માને દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા. ત્યારથી તેમના દ્વારા કોઈ પણ ન્યાયિક કાર્ય પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.જો કે, જસ્ટિસ વર્માએ રાજીનામું આપવાનો કે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમનો દાવો છે કે, તેમની સામે ચાલી રહેલી પ્રક્રિયા મૂળભૂત રીતે અન્યાયી છે.
તાજેતરમાં જ જસ્ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આંતરિક તપાસ રિપોર્ટને રદ કરવાની માંગ કરી હતી, જેમાં તેમને તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બળી ગયેલી ચલણની કથિત રિકવરીના સંદર્ભમાં ગેરવર્તણૂક માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમની વિગતવાર અરજીમાં જસ્ટિસ વર્માએ સમગ્ર પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેને ગેરબંધારણીય, પ્રક્રિયાગત રીતે ખામીયુક્ત અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
૧૧ વર્ષથી વધુ સમયથી બેન્ચમાં સેવા આપી રહેલા ન્યાયાધીશે દલીલ કરી છે કે, ઔપચારિક ફરિયાદના અભાવે તપાસ શરૂ કરવામાં આવી હતી, જે ફક્ત આગની ઘટના અને કથિત રીતે મળી આવેલી રોકડ રકમ અંગેના અનુમાનિત પ્રશ્નોના આધારે કરવામાં આવી હતી. તેમની અરજી મુજબ, જસ્ટિસ વર્મા અને તેમની પત્ની મધ્ય પ્રદેશમાં વેકેશન પર હતાં ત્યારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આગ લાગી હતી. તે સમયે તેમની પુત્રી અને માતા પરિસરમાં હતાં. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસે ન તો કોઈ રોકડ રકમ જપ્ત કરી હતી કે ન કોઈ જપ્તીના દસ્તાવેજીકરણ માટે ઔપચારિક પંચનામું કરવામાં આવ્યું હતું.
જજે એવો પણ આરોપ લગાવ્યો છે કે, ઇન-હાઉસ કમિટીએ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. વર્માએ કહ્યું કે, તેમને ક્યારેય ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા વ્યક્તિગત સુનાવણીની તક આપવામાં આવી ન હતી અને પુરાવા સંગ્રહમાં ભાગ લેવા, સાક્ષીઓની ઊલટતપાસ કરવા અથવા સીસીટીવી ફૂટેજ સહિત સંપૂર્ણ સામગ્રી મેળવવાની તક આપવામાં આવી ન હતી.લોકશાહીમાં કોઈ પણ કાયદાથી ઉપર નથી – ન્યાયાધીશો પણ નહીં.તેથી જ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની સર્વપક્ષીય પહેલ એક સ્વાગતયોગ્ય પગલું છે. તે ન્યાયિક સ્વતંત્રતા પર હુમલો નથી, પરંતુ બંધારણીય ઔચિત્યની પુષ્ટિ છે. ફક્ત સંસદ પાસે જ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશને હટાવવાની ભલામણ કરવાનો અધિકાર છે. જસ્ટિસ વર્મા જાણે છે કે, ૧૪ માર્ચે દિલ્હીના લુટિયન્સ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનના આઉટહાઉસમાં આગ લાગતાં તેઓ કેમ વિવાદના કેન્દ્રમાં આવ્યા.
આગ તો ઝડપથી બુઝાઈ ગઈ, પરંતુ રાખમાંથી જે નીકળ્યું તેનાથી સમગ્ર રાષ્ટ્રને આઘાત લાગ્યો: અનેક કોથળાઓમાં બળી ગયેલા અથવા આંશિક રીતે બળી ગયેલા કરોડો રૂપિયાનું ભારતીય ચલણ. જે તસવીરો સામે આવી તેનાથી લોકોમાં ભ્રમ તો ઊભો થયો જ સાથે સાથે ન્યાયતંત્રની ઇમાનદારી અંગે પણ ચિંતાજનક પ્રશ્નો ઊભા થયા છે.જો કે, જસ્ટિસ વર્માએ દાવો કર્યો હતો કે, એ રોકડ તેમની નથી અને એવું પણ સૂચવ્યું હતું કે તે સ્ટાફ દ્વારા ત્યાં મૂકવામાં આવી હશે, પરંતુ આ સ્પષ્ટીકરણથી લોકોને સંતુષ્ટ ન થયાં.આ મામલો એટલો ગંભીર હતો કે, તેને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમાં કોઈ શંકા નથી કે, તેણે રાજકીય રીતે સંવેદનશીલ કેસોમાં વર્મા દ્વારા આપવામાં આવેલા ઘણા ચુકાદાઓ પર ઘેરો પડછાયો નાખ્યો, જેમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલ એક કેસનો પણ સમાવેશ થાય છે.
જ્યારે ન્યાયતંત્રમાં બેઠેલાં લોકો પાસેથી મોટી માત્રામાં અઘોષિત રોકડ મળી આવે છે – પછી તે આકસ્મિક રીતે કે કોઈ અન્ય કારણસર – ત્યારે તેઓ સામાન્ય નાગરિકોથી અલગ વર્તનની અપેક્ષા રાખી શકતા નથી. જો જસ્ટિસ વર્માએ રાજીનામું આપીને પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો હોત તો તેમણે પદની ગરિમા જાળવી રાખી હોત. તેના બદલે ન્યાયાધીશ વર્મા એ જ કાયદાના રક્ષણની માંગ કરી રહ્યા છે જેને કમજોર કરવાનો તેમના પર આરોપ છે. બંધારણીય લોકશાહીનાં 75 વર્ષના ઇતિહાસમાં ફક્ત એક જ વાર – જ્યારે રાજ્યસભામાં તેમની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થયા પછી ન્યાયાધીશ સૌમિત્ર સેને રાજીનામું આપ્યું હતું – ત્યારે આ પ્રક્રિયા તેના તાર્કિક નિષ્કર્ષ પર પહોંચી છે. અન્ય ચાર મહાભિયોગ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. ન્યાયાધીશ વર્મા વિરુદ્ધ પ્રસ્તાવ સફળ થાય કે ન થાય, એક સત્ય અટલ છે: બધા ન્યાયાધીશો શંકાથી પર હોવા જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.