થોડા દિવસ પર આપણા દેશના ગૃહમંત્રી દ્વારા અંગ્રેજી ભાષા અંગે એમનો અણગમો પ્રગટ થયો એ વાંચી વિચાર આવ્યો કે ઉચ્ચ શિક્ષણનાં બધા ક્ષેત્રો માટે ગુજરાતી કે અન્ય માતૃભાષામાં પુસ્તકો ઉપલબ્ધ ન હોય પરંતુ અંગ્રેજી ભાષામાં તે સહેલાઇથી ઉપલબ્ધ થઇ શકે છે એથી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભણવું અને જાણવું જરૂરી જ નહીં પરંતુ આવશ્યક છે. મા–બાપ એવું ઇચ્છે કે ભાષાને કારણે બાળકની શૈક્ષણિક પ્રગતિમાં બાધા ન આવે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે ગુજરાત રાજ્યમાં જ ચાલતી અંગ્રેજી માધ્યમની સ્કુલોનાં ગુજરાતી શિક્ષકો પણ વાતચીતમાં અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરે છે.
પણ અંગ્રેજી ભાષામાં ભણતા વિદ્યાર્થીઓ અંગ્રેજી કે ગુજરાતી બંનેમાંથી એકપણ ભાષા સાચી નથી બોલી શકતા. આ પરિસ્થિતિમાં ગુજરાતી ભાષા ભુલાઇ ન જાય એ માટે નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ‘માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી’ MGUA પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે એ પ્રોજેક્ટ હેઠળ માતૃભાષાના પ્રભુત્વને જાળવી રાખી અંગ્રેજી ભાષાને આવકારવાના અભિગમ સાથે પ્રાદેશિક માધ્યમની શાળાઓમાં ઉત્તમ અંગ્રેજી વિવિધ એક્ટીવીટી દ્વારા શીખવવામાં આવે એવા ઉદ્દેશ સાથે શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બાર શાળાઓમાં બારસો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ગુજરાતથી શરૂ થયેલ આ પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં વિસ્તરે એ માટે દેશના ઘણાં શિક્ષણવિદો આમાં સામેલ થયેલ છે.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે