Sankheda

સંખેડા કોલેજમાં ગુરુપૂર્ણિમા દિવસ અને પ્રવેશોત્સવની ઉજવણી

સંખેડા: આજ રોજ તારીખ 10/07/2025 ના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંખેડામાં ગુરુપૂર્ણિમા અને પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરવામાં આવી અને ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ આચાર્ય ડૉ. ડી.વી.પટેલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પછી કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ ગુરુવંદનાને લગતા ભજન અને વક્તવ્ય રજૂ કર્યા.ત્યારબાદ પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમાં આર્ટસ અને કોમર્સ પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું.

દરેક અધ્યાપક મિત્રોએ તેમનો પરિચય આપ્યો. ત્યારબાદ આર્ટસમાં વિષયોની માહિતી પ્રા. વર્ષાબેન પટેલ દ્વારા આપવામાં આવી અને કોમર્સમાં વિષય વિશે માહિતી ડો.ડી.કે.વ્યાસ દ્વારા આપવામાં આવી. અને વહીવટી માહિતી જુ.ક્લાર્ક હેમંતભાઈ વાનખેડે દ્વારા આપવામાં આવી હતી.છેલ્લે કાર્યક્રમની આભાર વિધિ ડો.રાકેશભાઈ દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.પી.આર. શ્રીમાળી અને ડૉ.કનુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top