અમદાવાદ, તા. 24 : ભારતીય ટીમના ડાબોડી સ્પિનર અક્ષર પટેલે આજથી અહીં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં જોરદાર બોલિંગ કરીને 6 વિકેટ ઉપાડી હતી, આ સાથે જ અક્ષર પટેલ ડે એન્ડ નાઇટ ટેસ્ટમાં પાંચ વિકેટ ઉપાડનારો પ્રથમ ભારતીય સ્પિનર જ્યારે વિશ્વનો માત્ર ત્રીજો સ્પિનર બન્યો હતો. અક્ષર પહેલા ડે એન્ડ નાઇટ ટેસ્ટમાં વેસ્ટઇન્ડિઝનો દેવેન્દ્ર બીશુ અને પાકિસ્તાનનો યાસિર શાહ ડે એન્ડ નાઇટ ટેસ્ટની એક ઇનિંગમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ ઉપાડી ચુક્યા છે.
આ ઉપરાંત અક્ષર સતત બીજી ટેસ્ટની એક ઇનિંગમાં પાંચ વિકેટ પુરી કરનારો ભારતનો માત્ર ત્રીજો બોલર બન્યો હતો. અક્ષરે 32 વર્ષ પછી સતત બે ટેસ્ટમાં પાંચ વિકેટ ઉપાડવાની સિદ્ધિ મેળવી હતી, તેના પહેલા નરેન્દ્ર હિરવાણીએ 1988માં પોતાની કેરિયરની પ્રથમ બે ટેસ્ટમાં પાંચ વિકેટ ઉપાડી હતા અને તે ઉપરાંત 1933માં મહંમદ નિસારે પોતાની પહેલી બે ટેસ્ટમાં પાંચ વિકેટ ઉપાડી હતી.
ડે એન્ડ નાઇટ ટેસ્ટમાં સ્પિનરોનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન
બોલર દેશ હરીફ ટીમ સ્થળ પ્રદર્શન વર્ષ
દેવેન્દ્ર બિશુ વેસ્ટઇન્ડિઝ પાકિસ્તાન દુબઇ 8/49 2017
અક્ષર પટેલ ભારત ઇંગ્લેન્ડ અમદાવાદ 6/38 2021
યાસિર શાહ પાકિસ્તાન શ્રીલંકા દુબઇ 6/184 2018