ભારત સરકારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ‘X’ ના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે કે તેણે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ સહિત 2,000 થી વધુ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોઈ નવો બ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવ્યો નથી.
ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના દાવાને નકારી કાઢ્યો છે કે કેન્દ્ર સરકારે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ સહિત 2,000 થી વધુ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. ભારત સરકારના IT મંત્રાલયે કહ્યું, “કોઈ નવો બ્લોકિંગ ઓર્ડર આપવામાં આવ્યો નથી. સરકારનો રોઇટર્સ અને રોઇટર્સ વર્લ્ડ સહિત કોઈપણ આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલને બ્લોક કરવાનો કોઈ ઇરાદો નથી. જ્યારે ભારતમાં રોઇટર્સ અને રોઇટર્સ વર્લ્ડને X પ્લેટફોર્મ પર બ્લોક કરવામાં આવ્યા હતા ત્યારે સરકારે X ને રોઇટર્સને અનબ્લોક કરવા કહ્યું પરંતુ X ને આમ કરવામાં 21 કલાક લાગ્યા.”
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકારે 3 જુલાઈ 2025 ના રોજ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ નવો આદેશ જારી કર્યો ન હતો. રોઇટર્સ અને રોઇટર્સ વર્લ્ડ સહિત કોઈપણ મોટી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલને બ્લોક કરવાનો પણ કોઈ ઇરાદો નથી. જ્યારે ભારતમાં ‘X’ પ્લેટફોર્મ પર રોઇટર્સ અને રોઇટર્સ વર્લ્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે સરકારે તરત જ ‘X’ ને તેમને અનબ્લોક કરવા માટે પત્ર લખ્યો. સરકારે 5 જુલાઈ 2025 ની મોડી રાતથી સતત ‘X’ સાથે વાતચીત કરી અને દરેક પ્રયાસ કર્યો. ‘X’ એ બિનજરૂરી રીતે પ્રક્રિયા સંબંધિત તકનીકી બાબતોનો લાભ લીધો અને એકાઉન્ટ્સ અનબ્લોક કર્યા નહીં. જો કે કલાકદીઠ ધોરણે ઘણી ફોલો-અપ પછી X એ આખરે 6 જુલાઈ 2025 ના રોજ રાત્રે 9 વાગ્યા પછી રોઇટર્સ અને અન્ય URL ને અનબ્લોક કર્યા. રોઇટર્સને અનબ્લોક કરવામાં 21 કલાકથી વધુ સમય લાગ્યો.