SURAT

સુરતના 5 યુવાનો રેકોર્ડ બ્રેક ભારતની સૌથી લાંબી ઇલેક્ટ્રીક વાહનની રાઈડ પર નીકળ્યા

સુરતઃ સુરત શહેરના પાંચ યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન (ઈવી) રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે. જે 10,500 કિલોમીટરની યાત્રા કવર કરશે. તા.1 જુલાઇ 2025ના રોજ મંગળવારે સુરતથી પ્રસ્થાન થનારી આ યાત્રા દેશના 21 મુખ્ય શહેરો આવરી લેશે અને સમગ્ર યાત્રા દરમિયાન પર્યાવરણ જાગૃતિ તથા ટકાઉ વિકાસના સંદેશો આપવામાં આવશે.

સુરતના પાંચ યુવાઓની ટીમનું ભવ્ય આયોજન: 10,500 કિમીની ઈવી રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ
સસ્ટેનેબલ ભારત માટે સુરતના યુવાનોનું અનોખું પગલું: 10,500 કિમીની ઈવી રાઈડનો પ્રારંભ

આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મિશન લાઇફ’થી પ્રેરિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાં તેમજ લોકોમાં ઇવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે.

આ સાથે યુનાઈટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) જેવા કે ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, અને ગરીબી નિવારણ જેવા મુદ્દાઓ પર પણ ખાસ ફોકસ કરવામાં આવશે. હેનિલ નિર્બાન, યશ ચોપડા, સાંઇનાથ ભાસ્કરન, યોગિતા નિર્બાન અને વરદ નિર્બાન આ રાઇડના મુખ્ય ભાગીદારો છે.

આ અભિયાનને SRK ગ્રૂપ, ગોલ્ડી સોલર, લુથરા ગ્રૂપ, લેન્ડમાર્ક ગ્રૂપ અને આર્ટ ઓફ લિવિંગનો સશક્ત સહયોગ મળ્યો છે. સુરતની આ યાત્રા વિશ્વ રેકોર્ડ તરફ દોરી શકે એવું અનુમાન છે. રાઈડને સુરતથી મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના મહાનુભાવો એ પ્રસ્થાન કરાવ્યું હતું

Most Popular

To Top