કોલકાતાની એક જાણીતી લો કોલેજમાં વિદ્યાર્થીની પરગેંગરેપની ઘટનામાં ચોથી ધરપકડ કરવામાં આવી છે. આ વખતે પોલીસે કોલેજના સુરક્ષા ગાર્ડને પકડ્યો છે, જે આરોપીઓમાંથી એક હોવાનું સામે આવ્યું છે.
પીડિતાની માહિતી મુજબ, 25 જૂનના રોજ સાંજે 7.30 વાગ્યે, વિદ્યાર્થી સંઘની બેઠક બાદ તે કોલેજથી બહાર નીકળી રહી હતી ત્યારે આરોપી ગાર્ડે તેને ગાર્ડરૂમમાં ખેંચી લઈ ગયો હતો.ત્યાં એક આરોપીએ તેની પર બળાત્કાર ગુજાર્યો, જ્યારે અન્ય બે લોકોએ તેને મદદ કરી હતી. પીડિતાની વિનંતીઓ છતાં આરોપીઓએ દયા દાખવી ન હોતી.
અત્યાર સુધી કુલ 4 આરોપીઓની ધરપકડ:પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ પીડિતાના નિવેદન પછી કરવામાં આવી હતી.હવે ચોથા આરોપી તરીકે સુરક્ષા ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે.
દુષ્કર્મ કેસથી દેશભરમાં આક્રોશ: આ ઘટનાએ સમગ્ર દેશમાં ગુસ્સો ફેલાવ્યો છે. લોકો ન્યાયની માંગ કરી રહ્યાં છે અને કોલેજમાં મહિલાઓની સુરક્ષા પર મોટા પ્રશ્ન ઉઠી રહ્યા છે.
NCWનો પોલીસ પર આરોપ:
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ની સભ્ય અર્ચના મજુમદારે પોલીસની કામગીરી પર સવાલ ઊઠાવતાં કહ્યું, “ઘટનાને લઈને કોલકાતા પોલીસ તરફના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. અમે દક્ષિણ કોલકાતાના એસ.પી.ને મેસેજ કર્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં.”
તબીબી તપાસમાં વિલંબનો આરોપ:
અર્ચના મજુમદારે કહ્યું કે પીડિતાને પહેલા કોલકાતા નેશનલ મેડિકલ કોલેજ લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં તબીબી તપાસ થઈ ન હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે NRS મેડિકલ કોલેજમાં લઈ જવાશે, પરંતુ તપાસમાં વિલંબ થતો હોય તેવું લાગે છે.
અર્ચનાબેનનું માનવું છે કે “આ કેસ પણ RG કર મેડિકલ કોલેજ કેસ જેવી દિશામાં જઈ શકે છે.” NCW પીડિતાના હિતમાં તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યું છે.