SURAT

ખાડીપૂરમાં ભાજપના કાર્યકરો AAPના કોર્પોરેટર સાથે બાખડ્યા, વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું..

સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે જ્યાં લોકો હેરાન થઈ રહ્યાં છે ત્યાં રાજકીય પાર્ટીઓ જાહેરમાં ઝઘડો કરી રહ્યાં છે. આજે શહેરના ખાડીપૂર વિસ્તારમાં જનતાની ફરિયાદ સાંભળવા પહોંચેલા આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર સાથે ભાજપના કાર્યકર્તાએ ઉગ્ર ભાષામાં બાખડી ઝઘડો કર્યો હતો. ગાળાગાળી સુધીના અભદ્ર વર્તન પર ભાજપના કાર્યકરો આવી ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખાડીપૂરમાં પૂર તથા પાણીના નિકાલની સમસ્યા સામે લોકો ધર્મસંકટમાં હતા ત્યારે આપના કોર્પોરેટર સમસ્યા જોવા અને તંત્રને રજૂઆત કરવા પહોંચી હતી. તેવા સમયે ભાજપના કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ પણ સ્થળ પર પહોંચ્યા અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદવિવાદ શરૂ થયો હતો. ભાજપના કાર્યકર્તાએ ભાન ભૂલીને મહિલા કોર્પોરેટર સાથે ગાળો પણ બોલી હતી, જેને પગલે આસપાસના લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. સ્થિતિ એટલી ઉગ્ર બની કે લોકોને વચ્ચે પડવું પડ્યું હતું.

ઘટનાનો વીડિયો વાયરલ થતાં શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે અમે પૂરમાં ડૂબી રહ્યાં છીએ. ઘરવખરી બચાવવી છે, બાળકોથી લઈને વૃદ્ધોને ખસેડવા છે. ત્યાં રાજકારણીઓ અમારી સ્થિતિનો લાભ લે છે. હાલ આમ આદમી પાર્ટી તરફથી આ ઘટના અંગે ફરિયાદ નોંધાવાની શક્યતા છે, અને ભાજપ તરફથી પણ સ્થાનિક સ્તરે ફરિયાદ કરી દેવાઈ છે કે એ વ્યક્તિનું વર્તન પાટીનું નથી.

Most Popular

To Top