Dabhoi

ડભોઇ તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર, જાણો કોણ બન્યું સરપંચ


ડભોઇ : ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની 22 મી જૂનના રોજ ચુંટણી યોજાઈ હતી.જેમા સ્થાનિક ચૂંટણીમાં ગામના જ ઉમેદવારોને જીતાડવા માટે ઉત્સાહ સાથે વિક્રમી મતદાન થવા પામ્યું હતું.જેની આજરોજ ડભોઇ કોલેજ ખાતે મતગણના સાથે પરીણામ જાહેર થતા જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.
ડભોઇ તાલુકાની 28 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 80 જેટલા સરપંચપદ ના ઉમેદવારોએ જંપલાવ્યું હતું.જેમાં કુકર, કુંવારપુરા,અમરેશ્વર,બોરિયાદ, આસોદરા સહિતની પાંચ ગ્રામ પંચાયતો ના સરપંચો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા હતા. 28 ગ્રામ પંચાયતમાં સભ્ય પદે 360 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જેમાંથી 120 સભ્યો પણ બિન હરીફ વિજેતા થયા હતા.ત્યારે 22 મી જૂને યોજાયેલ ચૂંટણીનું આજરોજ 25 મી જૂને ડભોઇ કોલેજ ખાતે મતગણના સાથે પરીણામ જાહેર થયું હતું.

જુદાજુદા ગામોમા વિજેતા થયેલા સરપંચો ની યાદી …
(1) પનસોલી – હર્ષિતકુમાર અશ્વિનભાઈ પટેલ 821 મતે વિજેતા (2) મેનપુરા – વિશાંત ભાઈ નરેન્દ્રભાઈ પટેલ 164 મતે વિજેતા (3)પુનિયાદ – સુમિત્રાબેન રણછોડભાઈ વસાવા 534 મતે વિજેતા (4)કરણેટ – શ્વેતલબેન અજયકુમાર ભાટિયા 885 મતે વિજેતા (5)કજાપુર – ભરતકુમાર કાલીદાસ પરમાર 195 મતે વિજેતા (6)ધરમપુરી – કમલેશકુમાર કાંતિલાલ તડવી 87 મતે વિજેતા (7)મંડાળા – અલ્પેશભાઈ મંગળભાઈ તડવી 165 મતે વિજેતા (8)ફૂલવાડી – પ્રેમીલાબેન પ્રભાતભાઈ વસાવા 35 મતે વિજેતા (9)સાઠોદ – કૈલાસબેન હસમુખભાઈ વસાવા 46 મતે વિજેતા (10)ઉર્વેશબાબા રજાકહુશેન પઠાણ 149 મતે વિજેતા (11)નાગડોલ – કલ્પેશભાઈ વિનુભાઈ તડવી 151 મતે વિજેતા (12)કોઠારા – અનિલભાઈ પ્રજાપતિ 44 મતે વિજેતા (13)ચણવાડા – સુધાબેન વસાવા 13 મતે વિજેતા

(14)મોટા હબીપુરા – સપનાબેન રાકેશભાઈ તડવી 500 મતે વિજેતા

(15)સેજપુરા પ્રવિણભાઇ મનસુખભાઈ વસાવા 12 મતે વિજેતા

Most Popular

To Top