કારચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ઝોમેટોનો ડિલિવરી બોય ઈજાગ્રસ્ત,અન્ય વાહનોને પણ અડફેટે લીધા
કૃણાલ ચાર રસ્તા પાસે અકસ્માત,લોકોમાં રોષ

( પ્રતિનિધિ )વડોદરા,તા.22
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃણાલ ચાર રસ્તા પાસે ઓવર સ્પીડમાં ફોર્ચ્યુનરના કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા zomato ના ડિલિવરી બોય સાથે અન્ય વાહનોને પણ અડફેટમાં લેતા અન્ય લોકોના જીવ પડીકે બંધાયા હતા.

વડોદરા શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં રવિવારે બપોરના સુમારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃનાલ ચાર રસ્તા પાસે વિચિત્ર અકસ્માતો સર્જાયો હતો એક ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ઓવર સ્પીડમાં ડિવાઈડર કુદાવીને સામેથી પસાર થઈ રહેલા zomatoના ડિલિવરી બોયને ટક્કર મારી હતી. જે બાદ અન્ય વાહનોને ટક્કર માર્યા પછી કાર ઝાડ સાથે ઘૂસી ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં zomatoના ડિલિવરી બોયને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

