અમેરિકાએ ઈરાનના પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવા માટે 6 જેટલા GBU-57A/B મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) બોમ્બ અને 30 ટોમાહોક મિસાઇલોનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે.અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે.
આમાં ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળોનો સમાવેશ થાય છે. આ હુમલાઓ યુએસ વાયુસેના દ્વારા સૌથી અદ્યતન ફાઇટર જેટ B2 બોમ્બર દ્વારા કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બોમ્બરોએ આ ત્રણ સ્થળો પર હજારો કિલોગ્રામ બોમ્બ ફેંક્યા છે, જે ખાસ કરીને બંકર બસ્ટર બોમ્બ તરીકે પ્રખ્યાત છે.આ બોમ્બને MOP એટલે કે મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર પણ કહેવામાં આવે છે.
શું છે GBU-57A/B બોમ્બ?: આ એક વિશેષ પ્રકારનો ‘બંકર બસ્ટર’ બોમ્બ છે. જે ખાસ કરીને ભૂગર્ભ લક્ષ્યોને નષ્ટ કરવા માટે બનાવવામાં આવે છે. તેનું વજન લગભગ 13,600 કિલોગ્રામ હોય છે. આ બોમ્બ જમીનમાં 200 ફૂટ (લગભગ 61 મીટર) અંદર સુધી જઈ શકે છે. આ બોમ્બ અત્યંત મજબૂત સ્ટીલ એલોયથી બનેલો હોય છે. જે તેને જમીનમાં સેંકડો ફૂટ સુધી પ્રવેશવાની ક્ષમતા આપે છે.
આ બોમ્બ લક્ષ્ય સુધી જાય છે અને ફૂટે છે, જેનાથી અંદર રહેલા સ્થળો સંપૂર્ણપણે નાશ પામે છે. તેની ખાસ ડિઝાઇન એને ટનલ, બંકર અને પર્વતની અંદર છુપાયેલા લક્ષ્યોને નિશાન બનાવવામાં મદદ કરે છે. તેને સામાન્ય વિસ્ફોટક બોમ્બથી અલગ બનાવે છે.
ફક્ત અમેરિકા પાસે જ કેમ છે આ ટેક્નોલોજી?: GBU-57A/B હાલમાં માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ પાસે જ છે. કારણકે તેને બનાવવાં માટે જે B-2 બોમ્બરની જરૂરી પડે છે, તે પણ માત્ર યુએસ એરફોર્સ પાસે છે. આ બોમ્બ એટલો અદ્યતન છે કે તેનો ઉપયોગ અમેરિકાની મંજૂરી વગર કોઈ બીજા દેશ માટે શક્ય જ નથી.