National

રિયલ રેન્ચો આવ્યાં ભારતીય સેનાની મદદે, જવાનોને ગરમ રાખવા બનાવ્યાં હિટર ટેન્ટ, જુઓ તસવીરો

નવી દિલ્હી (New Delhi): ફિલ્મ 3-Idiots તમને બધાને યાદ જ હશે. આ ફિલ્મમાં આમિરનું (Amir Kahn (RANCHO) પાત્ર જે રીતે નવા નવા વૈજ્ઞાનિક નુસખા લઇ આવે છે એ તો બધાને યાદ જ હશે. તો આ જ ફિલ્મમાં આમિરનું પાત્ર જેમના પરથી પ્રેરિત છે, તે સોનમ વાંગચુકને (Sonam Wangchuk) લઇને સમાચાર આવ્યા છે. લદાખના (Ladakh) વતની સોનમ વાંગચૂક પોતે એક એન્જિનિયર (Engineer) છે, અને શિક્ષક પણ છે. ટોચના એન્જિનિયર હોવા છતાં તેમણે લદાખ છોડ્યુ નથી, તેઓ અહીં બાળકોને ભણાવે છે.

જ્યારે ચીન અને ભારત વચ્ચે અથડામણ (India China Face Off) થયા બાદ તેમણે ચીન વિશે કેટલાક તથ્યો ઉજાગર કર્યા હતા. એટલું જ નહીં તેમણે કહ્યુ હતુ કે ચીની સૈન્ય આક્રમક રહ્યુ છે. આ જ સોનમ વાંગચુકે પોતાના કૌશલથી ખાસ પ્રકારના ટેન્ટ (tent) બનાવ્યા છે. આ ટેન્ટની ખાસિયત એ છે કે લદાખ જેવા ઠંડા પ્રદેશમાં બહાર જો માઇનસમાંં પણ તાપમાન હોય તો પણ આ ટેન્ટની અંદરનું તાપમાન 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે. સોનમ વાંગચુકે આ ટેન્ટ ખાસ ભારતીય સૈનિકો માટે બનાવ્યા છે.

ગત મે મહિનાથી ગાલવાન ખીણમાં (Galwan Valley) ભારત અને ચીન વચ્ચે સરહદીય વિવાદો ચાલી રહ્યા હતા. હકીકતમાં ચીન કે જે હંમેશાથી ઘૂષણખોરીનું વલણ ધરાવે છે, તે ભારતીય સીમામાં પ્રવેશવા માંગતું હતુ, જો કે ભારતીય સૈનિકોએ ચીનના નાપાક ઇરાદાઓ નિષ્ફળ કરી નાંખ્યા હતા. હવે ભારત સાથે સમજૂતી થયા બાદ આશરે દસ મહિના પછી ચીને પેંગોગ તળાવ (Pangong Lake) પાસેથી પોતાનું સૈન્ય પાછું ખેંચ્યુ છે. જો કે બાકીના સરહદીય વિસ્તારોમાં ડિસેએન્ગેજમેન્ટ પ્રક્રિયા વિશે બે દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે.

સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે લદાખમાં 24 કલાક વીજળી હોતી નથી. તેથી અહીં તેનાત સેનાના જવાનોએ ઠંડીથી બચવા માટે ડીઝલ, કેરોસીન અને તેલથી લાકડા બાળી તાપણુ કરવુ પડે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ નુકસાનકારક છે. સોનમ વાંગચુક કહે છે કે તેમણે તૈયાર કરેલા ટેન્ટમાં હીટર છે. આ હીટર (heater) સૌર ઉર્જા (Solar Energy) દ્વારા ગરમ કરવામાં આવશે. અને તેમાં સૌર ઊર્જા સંગ્રહિત કરવાની ક્ષમતા પણ છે. સોનમ વાંગચુકે બનાવેલા ટેન્ટમાં, એક ટેન્ટમાં દસ જેટલા લોકો રહી શકે છે, વળી ટેન્ટના વજનની વાત કરીએ તો તેનું વજન 30 કિલોથી પણ ઓછું છે. જે આ ટેન્ટની સૌથી મોટી ખાસિયત છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top