Dabhoi

ડભોઇની સોસાયટીઓમાં ચડ્ડી બનિયાનધારી તસ્કરોના આંટાફેરા

ડભોઇ: ડભોઇ નગરમાં પાછલા એક સપ્તાહથી દિવસમાં બકરા ચોર અને રાત્રે ઘરફોડ ચોરી કરવા તસ્કરો દસ્તક દઈ રહ્યા છે.ત્યારે ડેપો વિસ્તારની બે સોસાયટીઓ lમાં બે મકાનના તાળા તૂટ્યા હોય કુતરા ભસતા લોકો જાગી જતા તસ્કરોને ભાગવું પડ્યું હતું.જો કે સીસીટીવીમાં ચાર ચડ્ડી બનીયાનધારી કેદ થયા હતા.
ગત શુક્રવારના રોજ દિવસમાં જ હીરાભાગોળ વિસ્તારમાંથી 10 બકરાની ચોરી થઈ જવા પામી હતી.જે બકરાઓને અજાણ્યા તસ્કરો ફોર વ્હીલરમાં ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું લોકો માની રહ્યા છે. ત્યારબાદ નગરના દુધિયાપીર વિસ્તારમાં પણ રાત્રીના ચોરની હાજરી બોલતી થઈ હતી.ત્યાં હવે નગરના કોટ બહારની સરમણ પાર્ક સોસાયટી અને કૌમુદી સોસાયટીમાં પણ ગત રાત્રીના ચડ્ડી બનીયાન ધારી ટોળકીએ બે બંધ મકાનના તાળા તોડી પોતાની હાજરી પુરવાર કરી હતી.રાત્રીના ચડ્ડી બનીયાનધારી તસ્કરોની હાજરીને લઈ અવાજ થતા અને કૂતરા ભસતા સોસાયટીના લોકો જાગી ગયા હતા.તેવામાં પોઇન્ટ પર રહેલા જી.આર.ડી.જવાનોએ પણ હોંકારા કરી દંડા પછાડ્યા હતા.એટલે તસ્કરો ભાગી ગયા હતા.પોલીસને જાણ થતા પોલીસ પણ આવી પહોંચતા તસ્કરોની શોધખોળ હાથ ધરાઈ હતી.પરંતુ અંધારામાં ઓગળી ગયેલા તસ્કરો ક્યાંય નજરે ચઢ્યા નહીં.પરિણામે તસ્કરોની ગતિવિધિ સીસીટીવી માં કેદ થવા પામી હતી.જેથી ડભોઇ નગરના તમામ વિસ્તારો અને પોઇન્ટો પર પેટ્રોલીંગ અને સતર્કતા જરૂરી બની જવા પામી છે.

Most Popular

To Top