વડોદરા: ખાનગી કંપનીનો સુશિક્ષિત મેનેજર બહુનામધારી તાંત્રિકની માયાજાળમાં આવીને નોકરી ધંધામાં રાતોરાત આર્થિક લાભ મેળવવા માટે જુદી જુદી વિધિઓ કરવાના બહાને તાંત્રિકે ત્રણ માસમાં એકવીસ લાખ ખંખેરી લીધા બાદ મેનેજરને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ગોત્રી પોલીસ મથકે તાંત્રિક સહીત ઠગ ટોળકી વિરૂધ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો હતો.
ખાનગી કંપનીના મેનેજર પદે ફરજ બજાવતા સિધ્ધાર્થ પ્રકાશ શર્મા (ફલેટ નં. 4 ત્રીજો માળ અનુરાગ સોસાયટી પાસે અકોટા ગાર્ડન વડોદરા) ડીસેમ્બર માસમાં ઉજ્જૈન દર્શન કરવા ગયા હતા. મંિદર સુધી રિક્ષામાં જતા ચાલક દિનેશ સોલંકીએ નોકરી ધંધામાં રતોરાત આર્થિક લાભ કરાવવાની લલચામણી વાતચીતો કરી હતી. રિક્ષાચાલકની ભ્રમીત વાતમાં આવીને મેનેજરે તૈયારી દાખવતા જ રિક્ષાચાલકે બહુનામધારી તાંત્રિક રાજયગુરૂ રાજેશ ગોપાલ વ્યાસનો સંપર્ક કરાવ્યો હતો.
ધર્મ અને મંત્ર તંત્રની માયાજાળ દાખવતા તાંત્રિકે મેનેજરના ખીસ્સામાંથી 10ની નોટ કાઢીને ચાદર નીચે મુકી દીધી હતી. ગણતરીની પળોમાં દસના 110 રૂિપયા નીળતા તાંત્રિક વિદ્યાથી અંજાઈ ગયેલા મેનેજર પ્રભાવિત થઈ ગયો હતો. મેનેજરને માયાજાળમાં ફસાવતા જતા તાંત્રિક કયારેક સ્મશાનમાં વિધિ કરવી પડશે પવિત્ર નદીઓમાં ડુબકીઓ મારીને માઁ ભગવતીની પુજા અર્ચના સંકલ્પ કરવા પડશે.
પુજા વિધિઓ તાંત્રિક વિધિઓ કરવાનું જણાવી વારંવાર દક્ષિણા પેટે નાણાં ખંખેરતો હતો. ભેજાબાજ તાંત્રિકને સુક્ષીક્ષીત મેનેજરે પોતાના ઘરે બોલાવતા પરિવારજનોથી સામે ઠગ તાંત્રિકે ઘઉના લોટમાંથી કંકુ બનાવી દેવાનો ચમત્કાર બતાવતા સામો પરિવાર તાંત્રિક મય બની ગયો હતો.
બહુનામધારી બાબાના સાગરીતો વારંવાર સિધ્ધાર્થ પાસે નાણાંની માંગણી કરતા જ રહેતા હતા બેંક એકાઉન્ટ ગુગલ પે ઓનલાઈન દ્વારા ટુકડે ટુકડે ત્રણ માસમાં તાંત્રીક વિધિ અને ઠગ ત્રીપુટીએ 21.31 લાખ રૂિપયા ખંખેરી લીધા હતા.
છતાં નાણાંની ભુખ ના સંતોષાતા વધુ રૂિપયાની માંગણી કરતા મેનેજરે ના પાડતા જ ઠગ તાંત્રીક ઉશ્કરાયો હતો. અને ધમકી આપી હતી કે રૂપિયા નહીં આપે તો તંત્ર વિદ્યાથી આખુ ખાનદાર સાફ કરી નાખીશ તાંત્રીકથી ત્રાહીમામ પોકારી ગયેલા શિક્ષીત મેનેજરે આખરે ના છુટકે કાનુનનું શરણુ લેતા ગોત્રી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.