Kapadvanj

કપડવંજના મીના બજાર ખાતે પરિણીતાઓએ વટસાવિત્રીના પર્વ નિમિત્તે પૂજન-અર્ચન કર્યું

કપડવંજ,: કપડવંજમાં મીના બજાર ખાતે પરિણીતાઓ વડનું પૂજન અર્ચન કરી પતિના દીર્ધાયુ માટે પ્રાર્થના કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડ સાવિત્રી પુનમનુ વ્રત કરે છે. વડ સાવિત્રીનું વ્રત સૌ ભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે.


વડ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે. એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે.વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી ની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વટ-સાવિત્રીના નામથી પ્રસિધ્ધ થયું. આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓજ કરે છે.

આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે કરે છે. આ પ્રસંગે મ્યુનિસિપલ સદસ્ય નિમેષસિંહ જામ તરફથી તમામ બહેનોને શરબત આપવામાં આવ્યું હતું

Most Popular

To Top