Charchapatra

દીકરી વ્હાલનો દરિયો, તો દીકરો…?

વર્તમાન સમયમાં દીકરીનાં ગુણગાન ગવાતા સંદેશાઓ ખૂબ વહે છે! ‘બેટી પઢાવ, બેટી બચાવ’ અભિયાન પણ પૂરજોશમાં કાર્યરત છે. દીકરી વ્હાલનો દરિયો, દિકરીનો પ્રેમ અવિરત, મરણ સુધી, દીકરીને માવતરની ખૂબ લાગણી હોય બધી જ વાત સંપૂર્ણ યોગ્ય અને સત્ય પણ! પણ એ જ દીકરી કોઇની પુત્રવધુ બની જાય ત્યારે શ્વસુર પક્ષેએટલોસ્નેહ કેમ નથી દાખવતી? વિભકત કુટુંબની જીદ કેમ કરે છે? પતિના માવતર એના સ્વયંના માવતર નથી? અને દીકરી વહાલનો દરિયો હશે તો દીકરો પણ સ્નેહો સાગર હોય જ! કયારેક પુરુષ સહજ સ્વભાવને કારણે એ પ્રેમ વ્યકત ન કરી શકતો હોય એવું બને, પણ અંતરમાં તો માતા પિતા પ્રત્યે આદર અને સ્નેહસાગર છલકાતો જ હોય! વૃધ્ધાવસ્થામાં માતા પિતાની ટેકણ લાકડી અને સહારો પુત્ર જ હોય છે. પ્રત્યેક પરિવારમાં જનરેશન ગેપને કારણે થોડા મતભેદ તો બે પેઢી વચ્ચે હોય જ! વૃધ્ધાવસ્થાની માંદગી સમયે દીકરી શ્વસુરગૃહેથી આવશે ત્યારે સેવા કરશે પણ હાજર તો દીકરો જ હશે ને! જયારે તાત્કાલિક સારસંભાળની માવતરને જરૂર હશે. દીકરીનો પ્રેમ અગાધ હશે જ પણ દીકરા પણ લાગણીશીલ હોય જ ફકત દીકરી તરફ પક્ષપાત કરીને આપણે કયાંક દીકરાને જાણે અજાણ્યે અન્યાય કરીને એના હૃદયને દુ:ખની લાગણીનો અહેસાસ નથી કરતાંને? આપણા અંતરરાત્માને પૂછવા જેવો પ્રશ્ન!

સુરત              – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top