Sports

ઈન્ડિયન ક્રિકેટ ટીમના શિડ્યુલમાં મોટો ફેરફાર, જાણો હવે કઈ મેચ ક્યારે રમાશે

ભારતીય ટીમ આ વર્ષે વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમોની યજમાની કરવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના સમયપત્રકમાં કેટલાક ફેરફાર કર્યા છે. ભારતીય ટીમ ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. ત્યાર બાદ ભારતીય ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની યજમાની કરશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 10 ઓક્ટોબરથી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમવાની હતી, પરંતુ અપડેટ કરેલા સમયપત્રક મુજબ, આ મેચ હવે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારબાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ 14 નવેમ્બરથી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમવાની હતી, પરંતુ હવે તેને કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ખસેડવામાં આવી છે. બાકીની મેચોના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ: પહેલી ટેસ્ટ: 2-6 ઓક્ટોબર, અમદાવાદ બીજી ટેસ્ટ: 10-14 ઓક્ટોબર, નવી દિલ્હી

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ
પહેલી ટેસ્ટ: 14 થી 18 નવેમ્બર, કોલકાતા
બીજી ટેસ્ટ: 22 થી 26 નવેમ્બર, ગુવાહાટી
પહેલી વનડે: 30 નવેમ્બર, રાંચી
બીજી વનડે: 3 ડિસેમ્બર, રાયપુર
ત્રીજી વનડે: 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ
પહેલી ટી20: 9 ડિસેમ્બર, કટક
બીજી ટી20: 11 ડિસેમ્બર, મુલ્લાનપુર
ત્રીજી ટી20: 14 ડિસેમ્બર, ધર્મશાલા
ચોથી ટી20: 17 ડિસેમ્બર, લખનૌ ૫મી
ટી20: 19 ડિસેમ્બર, અમદાવાદ

Most Popular

To Top