Dabhoi

ડભોઇમા અચાનક વાતાવરણમાં પલટો પવન સાથે વરસાદ

ડભોઇમા સવારનાજ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.કાળા ડીબાંગ વાદળો સાથે પવન ફૂંકાયો હતો. એ સાથે જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.જે બાદમા જોરદાર વરસાદી ઝાપટું પડતા રસ્તા પર વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા.અચાનક વરસેલા વરસાદથી લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
  મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું છે.જે કેરળના દરીયા કાંઠે થી પ્રવેશી મુંબઇ સુધી આવી પહોંચ્યું છે.પરંતુ વરસાદી વાતાવરણ અને પવનના ઝપાટા સાથે કાળા ડીબાંગ વાદળો ખેંચાઈ આવતા હોય ગુજરાતમાં પણ ઘણી જગ્યા એ વરસાદ થઈ રહ્યો છે.ત્યારે ડભોઇમાં પણ સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.અને જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડતા નગરમાં પાણી પાણી થઈ જવા પામ્યું હતું.જ્યારે લારી,ગલ્લા,પથારા અને બજારમાં ખરીદી અર્થે નીકળેલા લોકોમાં અચાનક વરસેલા વરસાદથી દોડધામ મચી જવા પામી હતી.

  

Most Popular

To Top