Charchapatra

ભારત અને જાપાનની સરખામણી

ભારત દુનિયાની ચોથી અર્થવ્યવસ્થા બનવાની જાહેરાત કરતાની સાથે જ ઉજવણી થઈ, પરંતુ આ ઉજવણી કરતી વેળા જાપાન અને ભારતની પરકેપીટા ઇન્કમ(માથાદીઠ આવક), લોકોની સુખાકારી અને અન્ય પેરામીટરમાં આપણે ક્યાં ઉભા છે એ જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે કેટલે દૂર જવાનુ છે. જાપાન અને ભારતના લોકોની માસિક આવક અનુક્રમે ૨.૫ લાખ અને ૧૫૦૦૦ રૂપિયા છે. આ ઉપરાંત હેલ્થકેર, એજ્યુકેશન, હાઉસીંગ, સોશ્યલ સિક્યોરીટી, જીવનની ગુણવત્તા અને લોકોની સુખાકારીની દૃષ્ટીએ પણ જાપાન આપણા કરતા પ્રમાણમાં ઘણું આગળ છે.

૨૦૨૪માં જાપાન અને ભારતનો કુલ જીડીપી અનુક્રમે ૪.૦૬ અને ૩.૯ ટ્રિલિયન ડોલર હતો અને જાપાન અને ભારતની વસ્તી જોઇએ તો જાપાનની ૧૨.૪૫ કરોડની વસ્તીની સામે ભારતની વસ્તી ૧૪૩ કરોડ જેટલી છે. આપણી મજલ ઘણી લાંબી છે. બીજુ આવકની અસમાનતા છે. ગણ્યા ગાંઠ્યા લોકોના વિકાસને દેશનો વિકાસ ન જ ગણી શકાય. સર્વસમાવેશી વિકાસ જ દેશના ઠંડા પડેલ ઘંઘા–ઉદ્યોગને ઘમઘમતા કરી શકે. મોટાભાગના લોકોની આવકમાં વઘારો અને જીવનઘોરણમાં સુઘારો જ આપણને વિકાસશીલથી વિકસીત દેશ બનવા તરફ દોરી શકે.   
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જાતિ જનગણના કેટલી ઉપકારક?
મોદી સરકાર અત્યાર સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં કરવા બાબતે મક્કમ હતી પરંતુ હવે અચાનક પલટી મારી. પલટી મારવી એ મોદી સરકારની ફિતરત રહી છે. સામે આવી રહેલી બિહારની ચૂંટણી પણ કારણભૂત હોઈ શકે. જે લોકો જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરતા હતા ખાસ કરીને હવે જેના ટેકાથી સરકાર ચાલે છે એવા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, ચિરાગ પાસવાન અને રાહુલ ગાંધી, ત્યારે નરેન્દ્ર મોદી કહેતા હતા કે જાતિ ગણના એ કોંગ્રેસનો અર્બન નક્સલ વિચાર છે. યોગી આદિત્યનાથે કહ્યું કે હતું કે, જાતિ ગણના વાળા દેશને તોડવા માંગે છે.

નીતિન ગડકરી કહેતા હતા કે, જો કરેંગા જાતિ કી બાત ઉસકો મારુંગા લાત. 2021માં કરવાની થતી વસ્તી ગણતરીને કોરોનાનું બહાનું આગળ ધરીને ટાળતી રહી. આજે દુનિયા જ્યારે વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી રહી હોય ત્યારે દેશમાં માણસોને જ્ઞાતિ, જાતિ, કોમના ખાનામાં મૂકવામાં આવે એ તો માનવતાના ખેતરમાં ‘ખાતર’ પાડવા જેવું કહેવાય. જ્ઞાતિ, જાતિ વસ્તી ગણતરીને આધારે દેશમાં કોણ કેટલાં જ્ઞાતિ, જાતિ કોમના છે એ ખબર પડશે પણ કેટલા ‘ભારતીય’ છે, એ નહીં ખબર પડે.
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top