ડભોઈ: ઝોનલ ઓફિસર અને ઈવીએમ મશીન ટ્રેનર તથા અન્ય સ્ટાફ દ્વારા ડભોઇ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિજાણું મતદાન યંત્ર(ઈ.વી.એમ) મતદાન યોજાનાર છે જેને લઇ માર્ગદર્શન આપવામાં આવ્યું.
પોતાના પસંદગીના ઉમેદવારો ને મતદાન કરવા બેલેટ યુનિટ માં આવેલ તેમના નામ ચિન્હ/ પ્રતીક અને નોટા સહિત સામેના વાદળી રંગની સ્વીચ દબાવી છેલ્લા મત રજીસ્ટર કરવા પીળા રંગનું રજીસ્ટર બટન દબાવ્યા પછી લાલ રંગની લાઇટ થશે.
ત્યાર બાદ બીપ ની અવાજ સંભળાયા પછી વોટ આપ્યો ગણાશે. સાથે ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ ૪ મત આપવા અંગેની જાણકારી અપાઇ હતી. જ્યારે કોઈ પણ ઉમેદવાર ને મત ના આપવો હોય તો નોટાના વાદળી રંગના બટનની પણ ઉપયોગ કરી શકે છે. તેનાથી કોઈપણ ઉમેદવારને મત મળશે.