સુરત: શહેરના પુણાગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગંભીર ફરિયાદમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જેમાં ભરૂચથી સુરત ટ્રેનમાં અપડાઉન દરમિયાન પ્રેમ પાંગર્યા બાદ પરીણિત યુવકે સફાઈ કામદાર યુવતીને અંધારામાં રાખી તેની સાથે લગ્ન કરી લીધા હતા. ચાર વર્ષ સુધી શારીરીક શોષણ કર્યું અને બાદમાં પતિએ પત્નીના નામે લોન કરાવી રૂ.12,95 લાખ લઇ લીધા હતા. દરમિયાન લંપટ પતિનો ભાંડો ફૂટી જતા યુવતીએ પુણાગામ પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પુણાગામ પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ભરૂચ કસક ગરનાળા પાસે આવેલા રધુવીર ટેનામેન્ટ રો-હાઉસમાં રહેતો ભાનુપ્રસાદ રમેશભાઇ સોલંકી મજૂરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે. વર્ષ 2020માં આરોપી ભાનુપ્રસાદ ભરૂચ થી સુરત ટ્રેનમાં નોકરી અર્થે અપડાઉન કરતો હતો.દરમિયાન ભરૂચ ખાતે રહેતી સફાઈ કામદાર યુવતી પણ એજ ટ્રેનમાં અપડાઉન કરતી હતી. તે વખતે બંને વચ્ચે આંખ મળી ગઈ હતી અને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.
જોકે આરોપી ભાનુપ્રસાદએ પોતે પરણિત હોવાની વાત યુવતી સાથે છુપાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા. લંપટ પતિએ પત્નીનું શારીરીક શોષણ કરી ચાર વર્ષથી અવાર નવાર તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતા.
દરમિયાન પતિએ પત્નીના નામે રૂ.12.95 લાખ લઇ લીધા હતા. જોકે ત્યાર બાદ લંપટ પતિનો ભાંડો ફૂટી જતા મહિલા પુણાગામ વિસ્તારમાં રહેવા માટે આવી ગઈ હતી. જોકે આખરે મહિલાએ ગતરોજ પુણાગામ પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.