વડોદરા: વડોદરા-ભારે આતુરતા પૂર્વક જેની રાહ જોવાઇ રહી હતી. એ આઈપીએલ ફ્રેન્ચાઇજી માટેની હરાજજી આજે ગુરૂવારના રોજ યોજાઇ હતી. બપોરે ત્રણ કલાકે ચેન્નાાઇ ખાતે યોજાવેલ હરાજીના બે ગુજરાતીઓ મેદાનમાંમારી ગયા હતા. વડોદરાના લુકમાન મેરિવાલ અને નડિયાદના રિપલ પટેલને દિલ્હી કેપિટલ ટીમે રૂ.20-20 લાખમાં ખરીદી લીધા હતા.
વડોદરા તરફથી કુલ નલ ક્રિકેટરોને આઈપીએલ હરાજી માટે શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી એક માત્ર લુકમાન વેચાયો હતો વડોદરાનો દિપક હુડા હૈદરાબાદ તરફથી ગત સિઝનમાં ખરિદાયો હતો. હૈદરાબાદ ટીમે આઈપીએલ-2021 માટે પણ તેને ટીમમાં ચાલુ રાખ્યો છે. વડોદરાના હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને મુંબઈ ટીમે ચાલુ રાખ્યા છે.જેથી આઈપીએલ 2021માં વડોદરાના કુલ ચાર ક્રિકેટરો શહેરનું નામ ગજવશે
લુકમાન મેરીવાલ કુલ 44 મેચો રમ્યો છે. તેણે આજદીન સુધીમાં ફાસ્ટ બોલર તરીકે કુલ 72 વિકેટો ઝડપી છે. તેની શ્રેષ્ઠ ઈકોનોમી 6.72 છે. જેના કારણે તેને ખરીદવામાં આવ્યો છે.
વડોદરાના પસંદ થયેલ સુકમાન મેરીવાલ અંગે બીસીએના મંત્રી અજીત લેલેએ જણાવ્યું હતું કે લુકમાને આઈપીએલમાં વિવિધ ફ્રેન્ચાઇઝીમાં ખરીદાવાનનો સિલસીલો ચાલુ રાખ્યો હતો જે વડોદરા માટે ગર્વની વાત છે. લુકમાન ઘણો ફાસ્ટ બોલર છે. જો તેને આઈપીએલની કેટલીક મેચોમાં રમવાની તક મળે તો તે ચોક્કસપણે શ્રેષ્ઠ દેખાવ કરશે.
બીસીએની સિનિયર ટીમનના પસંદગીકાર અને પીઢ ખેલાડી રવિ દેશમુખે જણાવ્યું હતું કે લુકમાન મેચ્યોર ક્રિકેટર છે. તેને મળેલ તક તે ઝડપીને ચોક્કસપણે સારો દેખાવ કરશે તેમા શંકા નથી.
લુકમાને ગુજરાતમિત્ર સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે આઈપીએલ 2021માં દિલ્હી કેપિટલે તેનામાં વિશ્વાસ મુક્યો છે. જે સાર્થક કરવાની જવાબદારી હવે તેની રહે છે.તે શક્ય એટલો સારો દેખાવ કરવાનો પ્રયત્ન કરશે. વડોદરાના િવષ્ણુ સોલંકીની પણ પસંદગી થાય તેવી આશા હતી. સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં વિષ્ણુએ સારો દેખાાવ કર્યો હતો. જો કે તેને આઈપીએલમાં કોઈએ ખરીદ્યો નહીં.