Charchapatra

કોવિડ ભારતમાં આવી ગયો છે, પણ ગભરાશો નહિ

દક્ષિણ એશિયાના ઘણા દેશમાં ફરી એક વાર કોરોનાના કેસ વધી રહ્યા છે. સિંગાપોરમાં મે 2025ની શરૂઆતમાં 14000 થી વધુ કેસ નોંધાયા હતા. હોંગકોંગમાં છેલ્લાં 10 અઠવાડિયામાં 30 ગણા કેસ વધ્યા છે. ડીઝીસ કન્ટ્રોલ (CDC) ના જણાવ્યા મુજબ કોરોના વાઈરસથી ગયા મહિને પ્રત્યેક સપ્તાહે 350 લોકો મૃત્યુ પામ્યાં હતાં. સુ.મ્યુ. કો. તરફથી કોવિડના 10 કન્ફર્મ્ડ કેસીસ રીપોર્ટ  થયા છે. ભારતમાં અંદાજે 1000 જેટલા કોવિડના કેસ છે. કોરોનાની આ નવી લહેર માટે ઓમિક્રોનનો JN.1વેરિયન્ટ અને તેના પેટા વેરિયન્ટ LF.7 અને NB.1.8 જવાબદાર છે.

જો કે એકસપર્ટસનું કહેવું છે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ (IMMUNITY) નબળી છે જેમ કે વૃદ્ધો, બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ડાયાબિટીસ હાર્ટ એટેક-હાર્ટ ફેઇલ્યોર-હાઈ બી.પી. જેવાં દર્દીઓએ વેકિસનનો બુસ્ટર ડોઝ લેવો હિતાવહ છે. પણ નોર્મલ વ્યક્તિઓએ કે જેમણે અગાઉ કોવિડની રસી લીધી હોય તેમને માટે ચિંતાનું કોઇ કારણ નથી. ભારતમાં પરિસ્થિતિ ઘણી નિયંત્રણમાં છે. દેશની 140 કરોડની વસ્તીની તુલનામાં કોવિડના સક્રિય કેસ ખૂબ જ ઓછા છે. માટે ગભરાશો નહિ, પણ સાવચેત રહેજો.
સુરત     – ડૉ. કિરીટ ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જો જો પંચર ન પડે
સાયકલ, રીક્ષા, કાર, ટ્રક, સ્કૂટર જેવા અનેક વહાનોમાં કેટલીક વખત અનેક કારણોથી પંચર પડે છે અને વહાન ચાલવાની સ્થિતિમાં નથી રહેતું, પછીથી તે પંચર બનાવવું પડે છે. વહાન ચાલતુ થાય છે પણ પંચર કરાવવાથી ફરી પંચર પડવાનો ભય સતત રહે છે. એવું જ કંઈક જીવનમાં જોડાયેલ અનેક સંબંધોમાં પણ અનેક કારણોસર કેટલીક વખતે પંચર પડી જાય છે અને સંબંધો ખોટકાય પડે છે અને જીવન વ્યવહાર ડગુમગુ બની રહે છે. ગેર સમજ દૂર થતા સંબંધો પૂન: સક્રીય બને છે. પંચરની નિશાનીના દાગ સંબંધોમાં રહી જાય છે જે પૂ:ન પંચર પડવાની શંકા નીપજાવે છે, માટે વાહન હોય કે સંબંધો પણ તેમાં પંચર નહીં પડે તેની વિશિષ્ઠ કાળજી પ્રત્યેકે રાખવી રહી.
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top