SURAT

સુરતના પરવટ પાટિયામાં દાદાનું બુલડોઝર ચાલ્યું, મમતા ટોકિઝનું ડિમોલિશન

સુરત શહેરના પરવટ વિસ્તારમાં યુ.એલ.સી. કાયદા હેઠળ ફાજલ કરાયેલી આશરે 39 હજાર ચોરસ મીટરથી વધુ જમીન પર ગેરકાયદેસર દબાણો આજે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં લિંબાયત ઝોનનાં દભાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલીશનની કામગીરી દરમિયાન ત્રણ માળનાં બાંધકામ સહિત મમતા ટોકિઝ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ઉભું કરનારાઓને સુપ્રિમ કોર્ટમાંથી લપડાક મળ્યા બાદ ઉપના મામલતદાર દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવીને 15મી એપ્રિલ સુધીમાં માલ – સામાન સાથે દબાણ દુર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, કબ્જેદારો દ્વારા નોટિસ બાદ પણ ગેરકાયદેસર દબાણ અને કબ્જો ખાલી ન કરવામાં આવતાં આજે તંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પરવટ પાટિયા વિસ્તારમાં સર્વે નં. 11 અને બ્લોક નં. 14થી નોંધાયેલી આશરે 39,827 ચોરસ મીટર જમીન પર નંદનવન એસ્ટેટ તેમજ ઈન્ટરસિટી પ્રિકાસ્ટ ભાગીદારી પેઢી દ્વારા અનાધિકૃત રીતે દબાન્ન ઉભું કરીને મિલ્કતો ભાડે આપવામાં આવી હતી.

આ સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા યુએલસી કાયદા હેઠળ જમીન ફાજલ કરવામાં આવેલ દબાણકર્તાઓને દબાણ દુર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલે સુપ્રિમ કોર્ટ સુધી કાયદાકીય લડત આપવામાં આવી હતી અને સુપ્રિમ કોર્ટમાંથી પણ ગેરકાયદેસર દબાણકર્તાઓને લપડાક પડી હતી.

આ સ્થિતિમાં ઉધનાના મામલતદાર દ્વારા 15મી એપ્રિલ સુધીમાં માલ -સામાન સાથે કબ્જો દુર કરવા માટે નોટિસની બજવણી કરવામાં આવી હતી. બીજી તરફ ગેરકાયદેસ દબાણ ઉભું કરીને વાણિજ્યિક હેતુ નફાકારક ઉપયોગ કરવા બદલ જમીન મહેસુલ અધિનિયમની કલમ 61 હેઠળ 5.50 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અલબત્ત, કબ્જેદાર ભાડુઆતો અને ગેરકાયદેસ દબાણ ઉભું કરનારા તત્વો દ્વારા સરકારી નોટિસને ઘોળીને પી જતાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક પોલીસ ઈન્સ્પેક્ટર અને બે સબ ઈન્સ્પેક્ટરની સાથે ૨૨ પોલીસ જવાનો સહિત લિંબાયત ઝોનનાં કાફલા દ્વારા સવારથી માળનાં નંદનવન એસ્ટેટ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

Most Popular

To Top