National

બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા ભાજપમાં સામેલ

કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળ વિધાનસભાની (West Bengal Assembly Elections 2021) ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) ત્યાં સતત પોતાની સ્થિતિ મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ સાથે જ્યારે તે વિરોધી પાર્ટીના મોટા રાજનેતાઓને પોતાની છાવણીમાં લાવી રહી છે, ત્યારે ફિલ્મ સેલિબ્રિટી પણ તેમની પાર્ટીમાં જોડાયાના સમાચાર આવ્યા છે.

આજે એટલે કે બુધવારે સમાચાર આવ્યા છે કે કોલકાતામાં બંગાળી અભિનેતા યશ દાસગુપ્તાને (Yash Dasgupta) ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, આગામી કેટલાક મહિનાઓમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ યોજાવાની છે. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં 42 માંથી 18 બેઠકો પર શાનદાર જીત બાદ ભારતીય જનતા પાર્ટી ત્યાં તકની શોધમાં છે. આ જ કારણ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાથી માંડીને ગૃહ પ્રધાનથી અમિત શાહ સતત પ.બંગાળમાં પ્રચારમાં વ્યસ્ત છે. આ ઉપરાંત પક્ષ વતી સતત ચૂંટણીઓ માટે રાજકીય વ્યૂહરચના બનાવીને ઝુંબેશ જોરશોરથી ચલાવવામાં આવી રહી છે.

અગાઉ ભાજપ મમતા બેનર્જીની ખૂબ નજીકના અને રાજ્યની ટીએમસી સરકારમાં પ્રધાન એવા શુભેન્દુ અધિકારીને પોતાની તરફ લાવવામાં સફળ થઇ હતી. રાજકીય નિષ્ણાતોનું માનવું હતું કે શુભેન્દુએ ટીએમસી છોડવાનું એ ચૂંટણી પહેલા મમતા બેનર્જી માટે મોટો ઝટકો હોઈ શકે છે. આ સિવાય અન્ય ઘણા ટીએમસી નેતાઓ ધીરે ધીરે પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) મોહન ભાગવત (Mohan Bhagwat) પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના (West Bengal Assembly Elections) માહોલ વચ્ચે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને (Mithun Chakraborty) મળ્યા છે. બંને વચ્ચે આ બેઠક મુંબઇમાં થઈ હતી. RSSના વડા મોહન ભાગવત જાતે મંગળવારે સવારે મુંબઈમાં મિથુન ચક્રવર્તીના ઘરે પહોંચ્યા હતા. અમિત શહે થોડા દિવસો પહેલા સ્પષ્ટતા કરી હતી કે જો ભાજપ બંગાળમાં જીતશે તો અહીં મુખ્યમંત્રી બનનાર બંગાળનો જ હશે. અત્યાર સુધી BCCIના પ્રમુખ અને ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી (Sourav Ganguly) વિશે રાજકીય અટકળો ચાલી રહી છે, પરંતુ તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારથી આ અટકળો બંધ થઇ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top