તમે બીચ વેકેશન પર જઇ રહ્યાં છો? ‘બીચ બેબ’નું ટેગ મેળવવા ઇચ્છો છો? તો એવાં આઉટફિટ્સ પહેરો જે કમ્ફર્ટ, સ્ટાઈલ અને સ્વેગના માપદંડમાં ખરા ઊતરે. તમે બીચ પર નારિયેળ પાણીની લિજ્જત માણી રહ્યાં હો કે સેલ્ફી લઇ રહ્યાં હો- બીચ ફેશનમાં સહજતા અને ગ્લેમર બંનેનો સમાન રીતે સમાવેશ થવો જોઈએ.એક ટ્રેલબ્લેઝરની જેમ રોક કરવા માટે તમારી બીચ વેકેશન બેગમાં આ આઉટફિટ્સ સામેલ કરો.
ફલોઇ મીડી ડ્રેસ

આકર્ષક ફલોઇ અને ફલેયર્ડ મીડી ડ્રેસથી તમારી બીચની ખૂબસૂરતીને નિખારો. તડકામાં આઉટિંગ માટે કે પુલસાઈડ પર ખુલ્લા પગે બ્રંચ માટે મીડી ડ્રેસ આદર્શ છે. એ આરામદાયક છતાં સરસ એટિટયુડ દર્શાવે છે.
ફલોરલ, સ્ટ્રાઈપ્સ કે ટાય એન્ડ ડાય જેવી પ્રિન્ટસમાં કોટન કે રેયોન જેવા બ્રિધેબલ ફેબ્રિકસ પસંદ કરો. ઓફ શોલ્ડર કટ, ટાયર્ડ લેયર્સ કે રફલ્ડ હેમ ડીટેલવાળા ડ્રેસિસ આકર્ષક લાગે છે. એની સાથે સ્ટ્રોહેટ, મોટી ટોટે બેગ, સ્ટ્રેપી સેન્ડલ્સ પહેરી બીચ પર ગ્લેમરસ દેખાવ.
વન પીસ
સ્વીમ સૂટ
મિનિમલિસ્ટિક છતાં ગ્લેમરથી ભરપૂર એક સારો જૂનો વન પીસ સ્વિમસૂટ હંમેશાં ટ્રેન્ડમાં રહેશે.
તમે કલાસિક કટ પસંદ કરો કે બેકલેસ સિલ્હટ કે પ્લંજિંગ નેકલાઈન પસંદ કરો- વનપીસ આરામ અને સુંદરતા બંને પ્રદાન કરે છે. તમારી વ્યક્તિગત સ્ટાઈલને દર્શાવવા સોલિડ કલર્સ કે ટ્રોપિકલ પ્રિન્ટસ પસંદ કરો.
સ્વીમસૂટને લેયર કરવા માટે શીઅર અથવા સદાબહાર ડેનિમ શર્ટ પર્ફેકટ છે. આ સિવાય તમે હંમેશાં પ્રિન્ટેન્ડ સરોંગ પણ કમર પર બાંધી શકો છો. શેલ-છીપલાંનાં ઇયરિંગ્સ, ઓવરસાઈઝ્ડ સનગ્લાસીસ અને વોટરપ્રૂફ સ્લાઈડર્સ સાથે બીચ અવતારને નિખારો.
બ્રાલેટ ટોપ અને હાઈ વેસ્ટ શોર્ટસ

સહજ અને ઇન્સ્ટા લુક માટે બ્રાલેટ કે બિકિની ટોપને હાઈવેસ્ટ લિનન કે ડેનિમ શોર્ટસ સાથે પહેરો. તમે હંમેશાં બ્રિઝી જેકેટ અથવા ફલોઇ કિમોનો પણ પહેરી શકો. આ આઉટફિટ સમુદ્રતટ પર લટાર મારવા કે એના કિનારા પરનાં બજારોમાં ફરવા માટે સારો વિકલ્પ છે.શર્ટસ અને કિમોનો જેવા લેયર્સમાં ટાપુના વાતાવરણ સાથે મેળ ખાતી બોહો સ્ટાઈલ ફ્રિન્જ, પોમપોમ્સ કે ધ્યાનાકર્ષક પ્રિન્ટસ હોઇ શકે. ગર્લી ચાર્મ્સ માટે એસ્પાડ્રિલ અથવા ગ્લેડિયેટર સેન્ડલ્સ તથા બીડેડ એન્કલેટથી વેકેશન સ્ટાઈલને કમ્પલીટ કરો.
કો-ઓર્ડ સેટ
બીચવેર માટે ટુ પીસ મેચિંગ સેટ ગેમ ચેન્જિંગ વિકલ્પ બની શકે. પ્લેફુલ કલર્સ અને હિબિસ્કસ, લેમન્સ કે પાઈનેપલ્સ જેવી પ્રિન્ટમાં ક્રોપટોપ અને શોર્ટસ અથવા બ્રિઝી બ્રાલેટ – સ્કર્ટ કોમ્બો પસંદ કરી શકાય.
પરસેવો ન થાય અને સ્ટાઈલિશ દેખાવ એ માટે કોટન, લિનન અને વિસ્કોસ રેયોન જેવા બ્રિધેબલ ફેબ્રિકસ પસંદ કરો. પ્રિન્ટેડ બીચ ટોટે અને સ્ટેકેબલ બ્રેસલેટ તમારા કોસ્ટલ કુલ લુકને વધુ નિખારશે.
વાઈબ્રન્ટ બિકિની
વેકેશન સ્ટાઈલને ખાસ બનાવવા વાઈબ્રન્ટ કલર્સ પસંદ કરો. નિયોન કલર્સ, ટ્રોપિકલ પ્રિન્ટસ કે એબસ્ટ્રેકટ પેટર્નનાં સ્વિમવેર બધાંનું ધ્યાન આકર્ષિત કરશે. બીચ શોર્ટસ કે ટ્રાઉઝર્સ સાથે મોનોકીનીથી માંડી સ્ટ્રેપી બિકીની મસ્તી અને ફલોનું બેલેન્સ જાળવી રાખશે. બીડેડ ચોકર, ટીન્ટેડ સનગ્લાસીસ, ફલેટ સેન્ડલ્સ અને મેસી બનથી લુક કમ્પિલટ કરો.
શિયર ડ્રેસ

બીચ પર આકર્ષક દેખાવા માટે બિકીની ઉપર પારદર્શક બીચ ડ્રેસ પહેરી શકાય. ઓછામાં ઓછું ભરતકામ, શિમર કે જાળીદાર ડિટેલિંગવાળા ગોઝી ફેબ્રિકને પ્રાથમિકતા આપો.
અલ્ટ્રા ગ્લેમ લુક માટે તમે ફુલ સ્લીવ્સ સાથે મીડી લેન્થ અથવા સ્લાઈડ-સ્લિટ ફિટેડ ડ્રેસ પસંદ કરી શકો. લેયર્ડ નેકપીસ અથવા કફ બ્રેસલેટ, મેટાલિક સ્લિપ ઓન્સ અને બીચ હેટથી બીચવેરને વધુ આકર્ષક બનાવો.