Sports

IPL ફાઇનલ અંગે આવ્યા મોટા સમાચાર: ટાઇટલ મેચ 3 જૂને આ શહેરમાં રમાઈ શકે છે

IPL 2025 માં અત્યાર સુધીમાં 57 મેચ રમાઈ છે. સિઝનની 58મી મેચ 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી વચ્ચે રમાઈ રહી હતી. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી. આ પછી સમાચાર આવ્યા કે IPLની 18મી સીઝન મુલતવી રાખવામાં આવી છે. લગભગ 4 દિવસ સુધી IPLની બાકીની મેચો અંગે મૂંઝવણ હતી પરંતુ પછી 12 મેના રોજ BCCI દ્વારા એક નવું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું, પરંતુ પ્લેઓફ મેચોનું સ્થળ જાહેર કરવામાં આવ્યું ન હતું. હવે પ્લેઓફને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

IPL 2025 ના સુધારેલા સમયપત્રક મુજબ આ સિઝનની ફાઇનલ મેચ 3 જૂને રમાશે, પરંતુ તે કયા મેદાન પર રમાશે તેની કોઈ માહિતી આપવામાં આવી ન હતી. હવે સમાચાર છે કે આઈપીએલની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

બીસીસીઆઈએ હજુ સુધી ક્વોલિફાયર 1, એલિમિનેટર, ક્વોલિફાયર 2 અને ફાઇનલ માટેના સ્થળોની જાહેરાત કરી નથી પરંતુ ક્રિકબઝના અહેવાલ મુજબ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ક્વોલિફાયર 2 અને ફાઇનલનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. હવામાનને કારણે BCCI એ હજુ સુધી સ્થળ વિશે કંઈ સ્પષ્ટ કર્યું નથી કારણ કે ચોમાસું ટૂંક સમયમાં શરૂ થવાનું છે. બીસીસીઆઈ શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપતા પહેલા દેશભરમાં ચોમાસાની ગતિવિધિઓનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે. જોકે જૂનની શરૂઆતમાં અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી.

મુંબઈ હજુ પણ પ્રથમ બે પ્લેઓફ મેચ માટે સંભવિત સ્થળ છે પરંતુ અંતિમ નિર્ણય ચોમાસા પર આધાર રાખશે. શહેરમાં થોડા દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારથી વાતાવરણ વાદળછાયું છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. જો દિલ્હી, જયપુર કે લખનૌ જેવા શહેરો વરસાદી ઋતુથી પ્રભાવિત ન હોય, તો બોર્ડ આમાંથી એક શહેર પણ પસંદ કરી શકે છે. એવી પૂરી શક્યતા છે કે BCCI પ્લેઓફ અને ફાઇનલને કોઈપણ નવા શહેરમાં ખસેડશે નહીં. આ સ્થળો બાકીના 17 લીગ મેચો માટે પસંદ કરાયેલા 6 શહેરોમાંથી હશે.

Most Popular

To Top