World

કોવિડના કારણે પ્રવાસ પ્રતિબંધો વચ્ચે અમેરિકામાં સેંકડો વિમાનો ધૂળ ખાતા પડ્યાં છે

કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો તેને એક વર્ષ જેવો સમય થઇ ગયો છે અને વિશ્વભરમાં હજી પ્રવાસ પ્રતિબંધો ચાલુ છે અને ખાસ કરીને હવાઇ પ્રવાસો પર પ્રતિબંધો ચાલુ છે ત્યારે અમેરિકામાં તો ઉડ્ડયન ઉદ્યોગની હાલત ખૂબ જ ખરાબ છે અને અબજો ડોલરના વિમાનો ત્યાં એરફિલ્ડોમાં ધૂળ ખાતા પડી રહ્યા છે.

અમેરિકામાં ડોમેસ્ટિક પ્રવાસો પણ ઘણા થાય છે અને ગયા વર્ષે માત્ર ૧.૮ અબજ લોકોએ હવાઇ પ્રવાસો કર્યા હતા જેની સામે તેના અગાઉના વર્ષમાં ૪.પ અબજ લોકોએ હવાઇ પ્રવાસો કર્યા હતા જે અમેરિકામાં ઘટી ગયેલા હવાઇ પ્રવાસોનું ચિત્ર રજૂ કરે છે અને આને કારણે જ ઉડ્ડયનોના અભાવે વિવિધ એરલાઇનોના ઘણા બધા વિમાનો ભૂમિગત થઇ ગયા છે અને એરફિલ્ડોમાં પડી રહ્યા છે.

ફોટોગ્રાફર જેસન ટોડોરોવે હાલમાં અમેરિકાભરનો પ્રવાસ કર્યો હતો અને વિવિધ એરફિલ્ડો પર પડી રહેલા વિમાનોને હવાઇ તસવરો લીધી હતી જેમાં એરફિલ્ડો પણ કતારબધ્ધ રીતે પડી રહેલા વિમાનોની અદભૂત તસવીરોનો સમાવેશ થાય છે. એરિઝોનાના હવાઇ ફિલ્ડ પર પડી રહેલા વિમાનોની હવાઇ તસવીર તો કોઇ ભૌમિતિક ભાત જેવી લાગે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top