રાજ્યની માલિકીના ફ્યુઅલ રિટેલરોએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોમાં તેજીના પગલે ભારતમાં ઈંધણના છૂટક વેચાણ ભાવમાં સતત આઠમા દિવસે વધારો થયો છે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસાના વધારા સાથે લિટર દીઠ ભાવ રૂ. 88.99થી વધીને રૂ.89.29 થી ગયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલનો ભાવમાં રૂ.35 પૈસા વધીને રૂ.79.70ની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે.
ભોપાલ સહિત અનેક શહેરોમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત પ્રથમ વખત પ્રતિ લિટરે 100 રૂપિયાના સ્તરને પાર થઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતાં વધારા તરફ ધ્યાન દોરવા માટે ભોપાલમાં એક વ્યક્તિએ ક્રિકેટ બેટ લઈને અને હેલ્મેટ પહેરીને પ્રતીકાત્મક વિરોધ દર્શાવ્યો હતો. જે દર્શાવે છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ એક સદીને પાર પહોંચ્યા છે.
ત્યારબાદ આ ફોટો ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. ટ્વિટર પર ઘણા બધા મેમ્સ અને જોક્સ સાથે પેટ્રોલડીઝલપ્રાઇસહાઇક હેશટેગ ટ્રેન્ડ થયો હતો.