ઓપરેશન ‘સિંદુર’ના નિર્માતા ભારતના જાંબાઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કમાલ દેશ સહિત દુનિયાના દેશોએ નિહાળીછે. બેશક એમાં જયહિન્દની સેનાને ગર્વ સાથે સલામ આપવી પડે. મોદીના શાસનમાં મોદી કયારેય કઇ બોલતા નથી, કરીને બતાવે છે.ભારતીય પ્રજાને પણ એની ખુશી છે. દેશ ભરમાં ઉમંગ ઉત્સાહનો માહોલ સર્જાયો છે. જય હિંદની સેનાએ ઘરમાં ઘૂસીને બદલો લીધો છે. દુશ્મન દેશ પાકિસ્તાનમાં માતમ છવાયો છે. દેશભરમાં ભારતની પ્રજાએ મીઠાઈ વહેંચીને એની સફળતાનીઉજવણી કરી છે.
‘સિંદુર’ ભૂંસનારાઓને ભૂંસી નાખ્યા છે. પાકિસ્તાનમાં ચાર અને કબજાવાળા કાશ્મીરમાં પાંચ એમ કુલ નવ આંતકવાદી અડ્ડાઓનો સફાયો બોલાવી દીધો છે. ભારતની દીકરીઓએ પણ મુંહતોડ જવાબ આપી દીધો છે. દીકરીઓને દીલોજાનથી ધન્યવાદ જરૂર આપવા પડે. ઓપરેશન સિંદુરથી જે બહેનો ના પતિના અવસાન થયા છે. એ બહેનોના પતિની આત્માને હવે જરૂર શાંતિ મળશે. એ બહેનો પણ પ્રસન્ન થઇ છે.ભારતે પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી છે. આ તો એક ટ્રેઇલર છે. પિકચર હજુ બાકી છે. 90 આંતકીઓનો સફાયો થઇ ગયો છે. ‘સિંદુર તો સિર્ફ ઝાંકી હે, મહેંદી, હલદી બાકી હૈ, ‘વડાપ્રધાન મોદીના આ શબ્દો નજીકના ભવિષ્યમાં જરૂરથી સાકાર થશે.
એની તૈયારી માટે પાકિસ્તાનને માર ખાવા માટે તૈયાર રહેવું પડશે. 26 નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લઇને હાલ પુરતુ મોદી અને જયહિન્દની સેના ઝંપીને બેસશે. આપણા દેશના વિરોધ પક્ષોએ પણ જયહિન્દની સેના સહિત વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. યાદ રહે કટોકટીના સમયમાં ભૂતકાળમાં ભારતના વિરોધ પક્ષો હંમેશા સત્તાધારી પક્ષની પડકે રહે ચે. ભારતની આ લાયકાત છે.vએ સંસ્કાર છે. ભારતની એકતા એજ ભારતની સાથી તાકાત છે. જયહિન્દ. જય હિન્દી સેના.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.