NEET 650થી વધુ માર્ક આપવાનું કૌભાંડ તેમાં દલાલી મોટે ભાગે વધારાના વર્ગ ચલાવતી સંસ્થાઓ પોતાનો નફો રળી ખાવા માટે જ હોય છે. કારણ આ સિસ્ટમ કે ભ્રષ્ટાચાર ન કરે તો પછી લાંબા ટાઈમ સંસ્થાઓ ન ચાલે. એટલે કોઈ પણ પ્રકારે શિક્ષણ સંસ્થામાં ખાનગીકરણ વધુ કરવામાં આવે તો લાંબા સમયે સર્વ દુકાનો છે. મુખ્ય કારણ તંત્રના જવાબદાર લોકો ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે. સારી ટેકનોલોજી ચલાવવા લાગવગથી માણસ લેવામાં આવશે તો દેશની સુરક્ષા અને મહત્ત્વના નિર્ણયમાં ભારત નબળું પ્રદર્શન કરી શકે જેનું કારણ ઉચ્ચ પદ પર બેઠેલો વ્યક્તિ યોગ્ય નિર્ણાયક ન હોય પણ લાગવગથી ઉપર ચઢાવવામાં આવ્યો હશે તો તે દલાલી અથવા યોગ્ય નિર્ણય આખા દેશનું ભલું કઈ રીતે કરવું તેનો નિર્ણય લેવા માટે સક્ષમ ન હોઈ શકે. આજે આખા દેશમાં લેવાતી નીટ પરીક્ષા વિષય પર છાપામાં વચેટિયા શબ્દો જોવામાં આવે છે ત્યારે રાજકીય સેવકો મૌન ધારણ કરે છે. તો મિલીભગતમાં કે સાંઠગાંઠમાં તેમનો ફાળો હોઈ શકે ખરો?
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘ગુજરાતમિત્ર’ ‘યાદોં કી બારાત’
તા. 1-5-2025ના રોજની શો ટાઈમ પૂર્તિમાં સુંદરજી કોમેડીયન વિશેનો લેખ સુંદર રીતે આલેખવામાં આવ્યો છે તેમજ સુંદર સાહબ વિશિષ્ટ શૈલી. હસીને હસાવવાની શૈલીની અનેક ફિલ્મોની જુની યાદો તાજી થઇ. પહેલાંના વખત માયાપુરી અંક મારે ત્યાં આવતી હતી ત્યારે સુંદરજીના ઈન્ટરવ્યુ પણ યાદ આવી ગઈ. માયાપુરીમાં નાના મોટા કલાકારોની રૂબરૂ મુલાકાત લઇ ઈન્ટરવ્યુ લેવામાં આવતા હતા.
સુરત – કુમુદચંદ્ર જરીવાળા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.