નવી દિલ્હી (New Delhi): કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો (Farmers’ Protest) વિરોધ આંદોલનનો આજે 83મો દિવસ છે. સમાચાર આવ્યા છે કે ગાજીપુર અને સિંઘુ સરહદો (Ghazipur and Singhu borders) પર ખેડૂતોની ભીડ ઓછી થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આંદોલન સ્થળેથી ઘણા બધા ખેડૂતો પોતાના વતન પાછા ફરી રહ્યા છે. પ્રદર્શન સ્થળે હાજર રહેલા લોકો પાસેથી મળતા અહેવાલો મુજબ અહીં પહેલા કરતા માત્ર અડધી સંખ્યામાં ખેડૂતો હાજર છે, બાકી બધા ઘટનાસ્થળેથી જતા રહ્યા છે.
આંદોલનને સમર્થન આપવા માટે હવે રાજ્યોમાં વિશાળ રેલીઓ યોજવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) દેશભરમાં મહાપંચાયતોનું આયોજન કર્યું છે. આગામી 10 દિવસમાં તે હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આવી બેઠકોની શ્રેણીમાં ભાગ લે તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સરકાર સાથે વાતચીત અંતિમ તબક્કે રહી છે, જેમાં કોઈ પણ બાજુ પીછેહઠ કરવા તૈયાર નથી. વાટાઘાટો ચાલુ છે ત્યારે ત્રણ કાયદા પર 18 મહિનાની ફ્રીઝની સરકારની ઑફરને ખેડુતોએ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું છે કે ખેડૂતો ઇચ્છે તો હજી પણ આ દરખાસ્ત માન્ય છે. વિરોધ પક્ષના ખેડૂત રાકેશ ટિકૈતે કહ્યુ કે, “જો અહીં 10 લાખ લોકો એકઠા થાય તો શું સરકાર આ કાયદાઓ પરત લેશે? અમે આખા દેશમાં વિરોધ પ્રદર્શિત કરીશું, બધા જિલ્લાઓમાં અમારા લોકો ફેલાઈ રહ્યા છે. બેઠકો થઈ રહી છે.” ગાઝીપુર પ્રોટેસ્ટ કમિટીના પ્રવક્તા જગત્તરસિંહ બાજવાએ જણાવ્યું હતું કે, સરકારની જીદને ધ્યાનમાં રાખીને શરૂઆતમાં આંદોલનને સરહદો પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, “ખેડૂત નેતાઓ તેમની વ્યૂહરચના પણ બદલી રહ્યા છે, જેથી વિરોધ દરેક ગામમાં દરેક ઘરો સુધી પહોંચી શકે. અમે મહાપાંચાયતો જુદા જુદા સ્થળોએ રાખી રહ્યા છીએ. આપણે યુવાનોની ઊર્જાનો ઉપયોગ કરવાની જરૂર છે, તેથી આ શબ્દ ફેલાવતી વખતે ખેડુતો પણ પોતાનું કાર્ય આગળ ધપાવી શકે છે. હવે તે ફક્ત સરહદ નથી, પરંતુ તેના ક્ષેત્રનો ખેડૂત પણ તેનો સમાન ભાગ છે.” ખેડૂત નેતાઓ પણ દાવો કરે છે કે શોર્ટ નોટિસ પર પણ ખેડુતો હંમેશા સરહદો પર પહોંચવા માટે ઉપલબ્ધ હોય છે. બાજવાએ ઉમેર્યું હતું કે, ગાઝીપુર બોર્ડર પર જ્યારે પણ અમને મોટી સંખ્યામાં લોકો ભેગા કરવાની જરૂર હોય. એક દિવસમાં 1 લાખ લોકો આવી શકે છે.
ખેડૂતોને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેઓ કેમ પાછા ફરી રહ્યા છે? જવાબ મળ્યો છે કે આ એક લાંબી લડાઇ છે, સરહદો પર ઓછી ભીડ થવી એ તેમની નવી વ્યૂહરચનાનો ભાગ છે, જે આંદોલન ફેલાવવા પર આધારિત છે.