શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. વેકેશન શબ્દ એવો છે કે વિદ્યાર્થીઓને અભ્યાસ , હોમવર્ક, વહેલા ઉઠવામાંથી મુક્તિ મળી જાય છે તેથી તેઓ આનંદિત થઈ જાય છે. હાલ મેદાન પર રમાતી રમતો ભુલતા જઈ રહ્યા છે ત્યારે વાલીઓએ એમને એ તરફ વાળવાની જરૂર છે. આજનો વિદ્યાર્થી મેદાની રમતને બદલે મોબાઈલ પર રમાતી ગેમ પર વધારે પડતો રચ્યોપચ્યો રહે છે. સોશ્યલ મીડિયાના વ્યસની થયેલ વિદ્યાર્થીઓ આભાસી દુનિયામાં જીવતા થઈ ગયા છે. વર્ચ્યુઅલ વિશ્વની બહાર પણ એક ખૂબ મોટી વ્યક્તિત્વ ઘડતરની દુનિયા છે એનો પરિચય આજના માબાપે પોતાના સંતાનોને કરાવવો પડશે.
આજની યુવા પેઢી વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર બને છે ત્યારે એમના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ નકારાત્મક અસર પડી રહી છે. યુવાન જ્યારે ખૂબ લાંબા સમય સુધી મોબાઇલના સ્ક્રીન પર વિતાવે છે ત્યારે માનસિક રીતે કમજોર થતો જાય છે. આ સંજોગોમાં બાળક ફળિયામાં કે રમતગમતના મેદાન પર વિવિધ રમતો પાછળ સમય વિતાવે એ જોવાની જવાબદારી વાલીઓની જ છે. અખબારમાં સતત વધુ પડતા મોબાઈલના ઉપયોગને પરિણામે લાલબત્તી સમાન કિસ્સાઓ વાંચવા મળે છે ત્યારે એમાંથી આપણે બોધપાઠ લેવાની જરૂર છે. વાલીઓને આ ચર્ચાપત્રના માધ્યમથી આપના સંતાનનું વેકેશન મોબાઇલમાં વ્યસ્ત રહીને પૂરું નહીં થઈ જાય તે માટે અનુરોધ કરું છું.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સુરત… શેઈમ… શેઈમ… શેઈમ…
માતા-પિતા પછી શિક્ષકનું નામ માનથી લેવામાં આવે છે. તેઓ ભાવિના ઘડવૈયા ગણાય છે. તાજેતરમાં સુરતમાં એક શિક્ષિકાએ શિક્ષકનાં નામ પર કલંક લગાડ્યું છે. ઇજ્જતની બેઈજ્જતી કરી છે. 23 વર્ષની આ શિક્ષિકાએ ટ્યુશન પર આવતા 13 વર્ષના વિદ્યાર્થીની જિંદગી સાથે ખિલવાડ કર્યો. શિક્ષણના પાઠ ભણાવવાના બદલે પ્રેમના પાઠ ભણાવવા પ્રેમના પાઠ શું કામ એમ સમજો વાસનાના પાઠ ભણાવ્યા. ભાવિ વિશે આજ્ઞાન ધરાવનાર વિદ્યાર્થી શિક્ષિકાની ચાલમાં ફસાય ગયો.
એમા એ શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ પણ છે. આ ગર્ભમાં રહેલું બાળક પેલા વિદ્યાર્થીનું છે એનો એકરાર પોલીસ પાસે કર્યો. પોલીસ પણ આ બાબતથી મૂંઝવણ મુકાઇ ગઇ છે. આ કલિયુગની દુનિયામાં કેવી કેવી ઘટના બની રહી છે. અખબાર વાંચીને દુખ થાય છે. પાપાચાર, બળાત્કાર, અત્યારચારના રોજે રોજના સમાચાર જાણીને મુખમાથી અનાયાસે ‘શેઇમ શેઇમ શેઇમ’ નીકળી જાય છે.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે