પ્રેમી પંખીડા પૈકી પ્રેમિકાના લગ્ન એક અઠવાડિયા પૂર્વે જ થયા હતા
દાહોદ તા.०८
દાહોદ શહેરમાં આવેલ લક્ષ્મી પાર્ક સોસાયટીમાં એક પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ બંનેએ જીવનની ડોર સંકેલી લેતા બંનેના પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ બનાવમાં મળતી માહિતી પ્રમાણે પ્રેમી પંખીડા પૈકી પ્રેમિકાના લગ્ન એક અઠવાડિયા પૂર્વે જ થયા હતા અને આ પ્રેમી પંખીડાને મનોમન લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું કહેવાય રહ્યું છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંઝીયાખુટ ગામે નવાધરા ફળિયા ખાતે રહેતા ધર્મેશભાઈ સોમાભાઈ તાવીયાડ અને સંતરામપુર તાલુકાના ડોળી રાવળ ફળિયા ખાતે રહેતા 26 વર્ષીય સરોજબેન કિરણભાઈ ડામોર આ બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો અને જેમાં એક અઠવાડિયા પહેલા જ સરોજબેન ના લગ્ન પણ થઈ ચૂક્યા હતા. પ્રેમ સંબંધમાં આ પ્રેમી પંખીડાઓ એકબીજાથી વિખુતા પડી ગયા હોવાના અહેસાસ સાથે આજરોજ આ બંને પ્રેમી પંખીડાઓ ધર્મેશભાઈના દાહોદ લક્ષ્મી પાર્ક ખાતે આવેલ મકાન ખાતે આ બંને પ્રેમી પંખીડાઓ મળ્યા હતા અને વિખુટા પડેલા આ બંને પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેવાના નિર્ણય સાથે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેમાં એકે ઉપરના માળે ગળેફાંસો ખાધો હતો અને બીજાએ નીચેના ગળેફાંસો ખાસો ખાય આત્મહત્યા કરી દીધી હતી. વધુમાં મળતી માહિતી પ્રમાણે પ્રેમિકા પોતાના ઘરેથી ભાગીને પોતાના પ્રેમીને દાહોદ લક્ષ્મી પાર્ક ખાતે મળવા આવ્યા હતા અને પ્રેમિકાના પરિવારજનો દ્વારા સરોજબેનની શોધખોળ હાથ ધરતા હતા તેવામાં પોતાના એક સ્વજન દ્વારા જાણવા મળ્યું કે, દાહોદ ખાતે રહેતા તેના પ્રેમીનું મકાન લક્ષ્મી પાર્કમાં આવેલ છે તો ત્યાં તપાસ કરો અને જ્યાં મૃતક પ્રેમી પંખીડાના પરિવારજનો પહોંચતા બંને પ્રેમી પંખીડાઓના ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા બંનેના પરિવારજનોમાં ગમગીનનો માહોલ છવાઈ ગયો હતો.
સમગ્ર મામલે દાહોદ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.