National

બેંકોના ખાનગીકરણ માટે સરકારની યોજના તૈયાર, બે વર્ષમાં આ ચાર બેંકોનું ખાનગીકરણ કરી દેવાશે

નવી દિલ્હી (New Delhi): સમાચાર આવ્યા છે કે રાજ્યની સંપત્તિ વેચવા અને સરકારી આવક વધારવાના નવા દબાણ હેઠળ ભારત સરકારે ખાનગીકરણ (privatization) માટે મધ્યમ કદની ચાર રાજ્ય સરકારી બેંકોને શોર્ટલિસ્ટ કરી છે. હજારો કર્મચારીઓ સાથે સરકાર સંચાલિત બેન્કિંગ ક્ષેત્રનું ખાનગીકરણ રાજકીય રીતે જોખમી છે કારણ કે તેનાથી નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વહીવટનું લક્ષ્ય ખાનગી-સ્તરની બેંકો તરફ છે. જે બેંકોના ખાનગીકરણની વાત ચાલી રહી છે એ બેંકો છે: બેંકો બેન્ક ઑફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra), બેંક ઑફ ઈન્ડિયા (Bank of India), ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (Indian Overseas Bank) અને સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા (Central Bank of India) સામેલ છે

તેમાંથી બે બેન્કોની પસંદગી એપ્રિલથી શરૂ થનારા 2021/2022 નાણાકીય વર્ષમાં વેચાણ માટે કરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સરકાર પહેલા તબક્કામાં ખાનગીકરણ માટે નાના અને મધ્યમ કદની બેંકો પર ધ્યાન કરી રહી છે. અધિકારીઓએ કહ્યુ કે, આગામી વર્ષોમાં તે દેશની કેટલીક મોટી બેંકો પર પણ ધ્યાન આપી શકે છે. જોકે, સરકાર ભારતની સૌથી મોટી ધીરાણદાતા સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં બહુમતી હિસ્સો જાળવી રાખશે,

નાણાં મંત્રાલયના પ્રવક્તાએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના રોગચાળાના કારણે અર્થતંત્ર પર જે અસર થઇ છે તેના કારણે પણ સરકારને આ પ્રકારના નિર્ણયો લેવાની ફરજ પડી છે. જાણવા મળ્યુ છે કે સરકાર/ કેન્દ્ર શરૂઆતમાં ઇચ્છતી હતી કે આવતા નાણાકીય વર્ષમાં ચાર બેંકો વેચવા માટે મૂકવામાં આવે, પરંતુ અધિકારીઓએ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા યુનિયનોના વિરોધથી ડરવાની સાવચેતી રાખવાની સલાહ આપી છે.

બેંક યુનિયનોના અંદાજ મુજબ બેન્ક ઑફ ઈન્ડિયામાં લગભગ 50,000 અને સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયામાં 33,000 સ્ટાફ છે, જ્યારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 26,000 અને બેન્ક ઑફ મહારાષ્ટ્રમાં લગભગ 13,000 કર્મચારી છે. આમ આ બેંકોના ખાનગીકરણથી દેશમાં કુલ 1,22,000 સરકારી કર્મચારીઓને અસર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ બેંક ઑફ મહારાષ્ટ્રનું કદ નાનુ હોવાથી તેનું ખાનગીકરણ સરળતાથી થઇ શકે છે. જણાવી દઇએ કે સોમવારે કામદારોએ બેંકોનું ખાનગીકરણ અને વીમા અને અન્ય કંપનીઓમાં હિસ્સો વેચવાના સરકારના પગલાનો વિરોધ કરતાં બે દિવસીય હડતાલ શરૂ કરી હતી. બીજી બાજુ સરકારના એક સૂત્રએ જણાવ્યું હતું કે વાસ્તવિક ખાનગીકરણ પ્રક્રિયા શરૂ થવા માટે 5- થી 6 મહિનાનો સમય લાગી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top