National

પહેલગામ હુમલાનો બદલો પૂરો: 25 મિનિટમાં 9 સ્થળોએ 21 આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ, તસવીરો સામે આવી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 સ્થળોએ 21 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ૬-૭ મેની રાત્રે ૧:૦૫ થી ૧:૩૦ વાગ્યાની વચ્ચે સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. 25 મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં, 24 મિસાઇલોનો ઉપયોગ કરીને 21 આતંકવાદી કેમ્પ અને ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદના ઓછામાં ઓછા 30 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

25 મિનિટના આ હુમલામાં, ભારતીય સેનાએ 21 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ એ જ આતંકવાદી ઠેકાણા છે જ્યાંથી ભારત પર વારંવાર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવતો હતો. પીઓકેના મુઝફ્ફરાબાદમાં લશ્કરના સવાઈ નાલા તાલીમ કેન્દ્રને સૌપ્રથમ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પ, કોટલીમાં લશ્કરનો ગુરપુર કેમ્પ, ભીમ્બરમાં બર્નાલા કેમ્પ અને કોટલીમાં અબ્બાસ કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. જૈશ અને લશ્કરના મુખ્યાલયો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા.

હિઝબુલ મુજાહિદ્દીનના બે ઠેકાણા તોડી પાડવામાં આવ્યા – મેહમૂના ઝોયા (સિયાલકોટ) અને મસ્કર રાહિલ શાહિદ (કોટલી)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર માટે ત્રણેય સેનાઓની પ્રશંસા કરી. ઓપરેશન સિંદૂર અંગે તેમણે કહ્યું કે આ નવું ભારત છે. આખો દેશ અમારી તરફ જોઈ રહ્યો હતો. આ તો થવાનું જ હતું.

Most Popular

To Top